અમદાવાદ / સળિયો પગમાંથી આરપાર થઈ ફેફસાં સુધી ઘૂસી ગયો, મોતને નજર સામે જોયું: ધ્રુવી ગોસાલિયા

ધ્રુવીબેનને હોસ્પિટલમાં લવાયા ત્યારે 60 સેન્ટી મીટર લાંબી એંગલ પગમાં જ હતી
ધ્રુવીબેનને હોસ્પિટલમાં લવાયા ત્યારે 60 સેન્ટી મીટર લાંબી એંગલ પગમાં જ હતી
X
ધ્રુવીબેનને હોસ્પિટલમાં લવાયા ત્યારે 60 સેન્ટી મીટર લાંબી એંગલ પગમાં જ હતીધ્રુવીબેનને હોસ્પિટલમાં લવાયા ત્યારે 60 સેન્ટી મીટર લાંબી એંગલ પગમાં જ હતી

  • લોખંડની એંગલે કારના એન્જિનને ચીરી, પાંચ પાંસળી તોડી ફેફસાંમાં કાણું પાડી દીધું હતું

Divyabhaskar.com

Feb 11, 2019, 12:39 AM IST

સમીર રાજપૂત,અમદાવાદઃ ‘23 જાન્યુઆરીએ હું કારમાં પતિ સાથે સાણંદથી પરત આવી રહી હતી. હું આગલી સીટ પર સૂતી હતી. અચાનક ધડાકો થતાં મારી આંખ ખૂલી અને જોયું તો રોડ પરની રેલિંગની એલ આકારની એંગલ કારના એન્જિન અને ડેશબોર્ડને છેદીને મારા પગના નળાના હાડકાના બે ટુકડા કરી જાંઘમાં ઘૂસી ગયો અને અહીંનું હાડકંુ પણ તૂટી ગયું. આ અેંગલ પાંચ પાંસળી તોડીને સીધો ફેફસાંમાં ઘૂસ્યો અને કાણું પડી ગયું. મોતને મેં નજરો નજર જોયું પણ દરેક સ્થિતિમાં ઝઝુમવાની મારી આદતે મનોબળ મક્કમ બનાવ્યું અને નવું જીવન મળ્યું છે.’ આ શબ્દો છે વાયએમસીએ ક્લબ પાસે અકસ્માતનો ભોગ બનેલા ધ્રુવીબેન ગોસાલિયાના.

1. નળાથી જાંઘ સુધી 70થી વધુ ટાંકા લેવા પડ્યા
‘દિવ્ય ભાસ્કર’ સાથે થયેલી વાતચીતમાં ધ્રુવીબેને કહ્યું, મારા પરિવારજનોની હિંમત તેમજ ડો. સ્વાગત શાહ અને તેમની ટીમે તાત્કાલિક 4 કલાકનાં ઓપરેશન પછી સળિયો કાઢી મને નવજીવન આપ્યું છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે સળિયો કાપી નાખ્યો હતો. એ પછી પણ પગમાં 60 સેન્ટિ મીટર સળિયો ફસાયેલો રહ્યો હતો જે ડોક્ટરોએ બહાર કાઢ્યો હતો અને નળાથી જાંઘ સુધી 70થી વધુ ટાંકા લેવા પડ્યા હતા.
તેમણે કહ્યું કે, ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 આવી ગઇ હતી, પણ સ્ટાફ દુખાવા માટેનું ઇન્જેકશન કે એંગલ કાપવા ફાયર બ્રિગેડને જાણ કરવાને બદલે ઊભો રહ્યો હતો. મારા ભાઇએ ફાયર બ્રિગેડને ફોન કરતાં તેમણે આવીને એંગલ કાપી હતી. 25 મિનિટ સુધી હું કણસતી રહી. 108એ તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરી દીધો હોત મને ઝડપથી સારવાર મળી શકી હોત. એંગલ કાપ્યા બાદ હોસ્પિટલ લઇ જવાઇ ત્યારે ડો. સ્વાગત શાહ અને તેમની ટીમે તપાસ કરી પછી ખબર પડી કે એંગલે મારા પગના નળા અને જાંઘમાંથી ચાર જગ્યાએથી આરપાર થઈ પાંચ પાંસળી તોડી ફેફસાંમાં કાણું પાડી દીધું હતું. 
ઓર્થોપેડિક સર્જન ડો. સ્વાગત શાહ જણાવે છે કે, અકસ્માત એટલો ગંભીર હતો કે લોખંડનો એંગલ કારનું એન્જિન, ડેશબોર્ડ ચીરીને મહિલાનાં જમણા પગ, જાંઘ અને પાંચ પાંસળી તોડીને ફેફસામાં ઘૂસી જતાં પગ ઠંડા પડી જવાની સાથે નસના ધબકારા બંધ થતાં તાત્કાલિક સર્જરી જરૂરી હતી.મારી સાથે વાસક્યુલર સર્જન ડો. સૃજલ શાહ અને ટ્રોમા સર્જન ડો. સંજય શાહ પણ હતા. અઠવાડિયા બાદ સ્વસ્થ થતાં રજા અપાઇ છે. આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ હોવાથી તેનેે મેડિકલ જરનલમાં પબ્લિશ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
4. લોહીની નળી લોક કરી તૂટેલાં હાડકાં જોડ્યાં
સર્જન ડો. સ્વાગત શાહે કહ્યું, લોખંડની એંગલ સાથે ધૂળ-રજકણો અને કલરથી ઇન્ફેકશન થઇ શકે તાત્કાલિક સર્જરી ના થાય તો ગેંગરીન થઈ શકે અને ફેફસાંમાં કાણું પડ્યું હોવાથી ઓક્સિજનને અભાવે જીવનું જોખમ હતું. જેથી પગ, જાંઘ અને ફેફસાં સુધી પહોંચેલા એલ આકારનો 60 સેન્ટિમીટરના એંગલને કાઢતા પહેલાં ફેફસામાં નળી મુકી, સર્જરીમાં લોહી વહેતું અટકાવવા લોહીની મુખ્ય નળીને લોક કરી, ફેફસાં, જાંઘ અને પગના તુટેલા હાડકા-મસલ્સ અને  એક્સ્ટર્નલ  ફિક્સેટરથી હાડકાને જોડ્યા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી