ભાસ્કર વિશેષ / ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે NRIએ જેઈઈ, નીટના 1 લાખથી વધુ પ્રશ્નો ધરાવતી સાઈટ બનાવી

NRI Jagdish Vyas creat a website for JEE and NEET Gujarati Medium Student

  • ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પૂરતું સ્ટડી મટીરિયલ ન મળતું હોવાથી નિષ્ણાતોની મદદથી રૂપરેખા તૈયાર કરી

DivyaBhaskar.com

Apr 02, 2019, 10:33 AM IST

પ્રતીક ભટ્ટ,અમદાવાદઃ ધોરણ 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેની જેઈઈ-મેઈન તેમજ મેડિકલમાં પ્રવેશ માટેની નીટમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી શકે તે માટે દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં ભણેલા એનઆરઆઈએ ગુજરાતી ભાષામાં જ એક લાખથી વધુ પ્રશ્નોને આવરી લેતી વેબસાઈટ બનાવી છે. પ્રશ્ન અને મોક ટેસ્ટના સોલ્યુશનને આ વેબસાઈટમાં આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અંગ્રેજી ભાષાના પ્રશ્નો પણ આ વેબસાઈટમાં રખાયા છે.

જેઈઈ અને નીટ માટે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં સ્ટડી મટીરિયલ મળી રહે છે પરંતુ ગુુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ખાસ કરીને ગ્રામ્ય અને જિલ્લા-તાલુકા કક્ષાના વિદ્યાર્થીઓને આ લાભ મળતો નથી. આ બાબતને કેન્દ્રમાં રાખીને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતો- શિક્ષણવિદ્દોના માર્ગદર્શનથી ક્વેશ્ચન બેન્ક તૈયાર કરાઈ છે. આ વેબસાઈટ ડિઝાઈન કરાવનાર એનઆરઆઈ જગદીશ વ્યાસના એક મિત્રની ગુજરાતી માધ્યમમાં ભણેલી પુત્રી પૂરતા સ્ટડી મટીરિયલના અભાવે પરીક્ષામાં સારો દેખાવ કરી શકી ન હતી. પરિણામે વિદ્યાર્થિનીને મેડિકલના બદલે ફિઝિયોથેરપીમાં પ્રવેશ લેવો પડ્યો હતો.

ફિઝિક્સ,કેમિસ્ટ્રી,બાયોલોજી,મેથ્સના પ્રશ્નો સમાવાયા

ગુરુકૃપા ડોટ કોમ www.gurukrupa.com નામની વેબસાઈટમાં મેડિકલમાં પ્રવેશ માટેની નીટમાં ફિઝિક્સ,કેમિસ્ટ્રી, બાયોલોજીના પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત જેઈઈ મેઈન માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ સહિતના એક એક લાખ પ્રશ્નો છે. આ ઉપરાંત 20થી 25 જેટલી મોક ટેસ્ટ મૂકવામાં આવી છે.

વિદ્યાર્થીએ પ્રશ્નદીઠ 2.5 પૈસા ચૂકવવા પડશે

હું દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું, જેઈઈ મેઈન, નીટ જેવી રાષ્ટ્રીય પરીક્ષાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સુસજ્જ બને તે માટે પ્રશ્ન દીઠ માત્ર બેથી અઢી પૈસા લેખે સ્ટડી મટીરિયલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જગદીશ વ્યાસ,વેબસાઈટ ડિઝાઈન કરાવનાર

X
NRI Jagdish Vyas creat a website for JEE and NEET Gujarati Medium Student

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી