Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Movement to give contract to print the same paper with the printer from which the paper has exploded

LRD પેપરલીક/ જેની પાસેથી પેપર ફૂટ્યું છે તે પ્રિન્ટરને જ ફરી પેપર છાપવાનો કોન્ટ્રાક્ટ આપવાની હિલચાલ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 02:57 AM

પ્રિન્ટિંગ એજન્સી મારફતે જ પેપર દિલ્હી ગયું હતું તે પાક્કું છેઃ મયૂર ચાવડા

  • Movement to give contract to print the same paper with the printer from which the paper has exploded

    *6 જાન્યુઆરીએ લોકરક્ષક દળની પરીક્ષા યોજાશે

    અમદાવાદઃ 2 ડિસેમ્બરે પેપર ફૂટતા મુલતવી રહેલી લોકરક્ષક દળની પરીક્ષા હવે 6 જાન્યુઆરીએ લેવાશે તેવી સરકારે જાહેરાત કરી છે. જોકે ફૂટેલા પેપર અંગે શંકાના ઘેરમાં આવેલી પ્રિન્ટિંગ એજન્સીને જ ફરી નવા પેપર છાપવાનો કોન્ટ્રાક્ટ આપવાની હિલચાલ ચાલી રહી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. દિવ્ય ભાસ્કરે આ અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય, ગૃહ સચિવ અને પોલીસ વડાને સીધુ પૂછવા છતાં તેમણે પ્રિન્ટિંગનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો છે તે અંગે કોઈ માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો. બીજી તરફ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાએ સ્પષ્ટપણ જણાવ્યું હતું કે, ફૂટેલુ પેપર પ્રિન્ટંગ એજન્સી મારફતે જ દિલ્હી પહોંચ્યું હતું.

    સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર કોઈપણ સરકારી કામ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી પડે છે. જો આ કાર્યવાહી હાથ ધરવામાં આ‌વે તો વધુ સમય વેડફાય તે સ્વભાવિક છે. બીજી તરફ પેપરલીક પ્રકરણે ભારે ચકચાર જગાવી છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરેલી છે. જો સમય લંબાવવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે તકલીફ સર્જી શકે તેમ છે. તેવા સમયે અન્ય વિવાદોને ટાળવા માટે જૂના કોન્ટ્રાક્ટરને જ ફરીવાર પેપર છાપવાનું કામ આપવામાં આવ્યું હોય તેવી પ્રબળ શક્યતા છે.

    વિકાસ સહાયઃ કોને પ્રિન્ટિંગ અપાયું છે તે અંગે ટિપ્પણી નહીં કરું


    રાજ્ય પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે જણાવ્યું હતું કે, લોકરક્ષકની પરીક્ષાનું સલામત આયોજન કર્યા બાદ જ તારીખ જાહેર કરાઈ છે. આ વખતે પેપર ક્યાં અને જૂના પ્રિન્ટરને જ કામ અપાશે કે કેમ તે અંગે કોઈ ટિપ્પણી કરવા નથી માગતો.

    ગૃહ સચિવ તિવારીઃ આ બાબત ગુપ્ત છે માહિતી નહીં આપી શકાય


    ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવે કહ્યું કે, પરીક્ષાલક્ષી તમામ બાબત ગુપ્ત રખાતી હોવાથી તેની કોઇ માહિતી આપી શકાશે નહીં. ફરીથી લેવાનારી પરીક્ષામાં પેપર લીક કે અન્ય કોઇ ગેરરીતિ ન થાય તે માટે ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    મયૂર ચાવડાઃ પ્રિન્ટિંગ એજન્સી સ્વતંત્ર હોય છે, તેની પૂછપરછ કરાશે

    ગાંધીનગર જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે, પ્રિન્ટિંગ એજન્સી સ્વતંત્ર હોય છે તેની પૂછપરછ કરાશે.તેના આધારે પેપર દિલ્હી ગયું હતું તે પાક્કું છે. આ મદ્દે આખી ચેનલને ટૂંક સમયમાં બહાર લાવીને કેસને ખુલ્લો પાડીશું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ