મોરારિ બાપુએ યોગીને ઝાટક્યા/ હનુમાનજીને દલિત કહેવા મુદ્દે કહ્યું ‘હમ જોડને મેં પડે હૈ, આપ તોડને મેં પડે હૈ’

ઉતરપ્રદેશના મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચાર વખતે હનુમાનજીને દલિત કહ્યા હતા એ મુદ્દે મોરારિ બાપુ રામકથામાં ભડક્યા

DivyaBhaskar.com | Updated - Dec 07, 2018, 11:42 AM

*સૌ હનુમાનની જાતિ શોધવા માટે નીકળી પડ્યા છે પણ હનુમાનજી તો પવન છે, વાયુ છે : મોરારિબાપુ

અમદાવાદ : પ્રસિદ્ધ રામકથાકાર મોરારિ બાપુએ હનુમાનજીને દલિત ગણાવતી ટિપ્પણી બદલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. બિહારના સિમરીયા ખાતે ચાલી રહેલી રામકથા દરમ્યાન મોરારિ બાપુએ કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનોને કારણે દેશને અપાર નુકસાન થઈ રહ્યું છે. રાજસ્થાનના અલવરમાં એક ચૂંટણી સભાને સંબોધતા યોગી આદિત્યનાથે દલિત ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, ‘બજરંગબલી એવા લોકદેવતા છે જે સ્વયં વનવાસી છે, નિર્વાસી છે, દલિત છે, વંચિત છે.’ મોરારિ બાપુએ યોગીની ટિપ્પણી સામે આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર એમ સૌ હનુમાનની જાતિ શોધવા માટે નીકળી પડ્યા છે પણ હનુમાનજી તો પવન છે, વાયુ છે. તેઓ સૌના છે. મોરારિ બાપુના નિવેદનને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ આવકાર આપ્યો હતો.

મોરારિ બાપુએ શું કહ્યું?

‘બંધ કરો, તમારા નિહિત સ્વાર્થ ખાતર ક્યારેક તમે ગમે તેવા નિવેદનો આપો છો. તેનાથી હિંદુસ્તાનને નુકસાન થઈ રહ્યું છે. અમે જોડવાનું કામ કરીએ છીએ, તમે તોડવા મચી પડ્યા છો....સુધરી જાઓ.....ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર બધા જ હનુમાનની જાતિ શોધવા નીકળી પડ્યા છે....બંધ કરો આ બધું. હનુમાન પવન છે, વાયુ છે, હનુમાન સૌના છે. કોણ કહે છે નથી? હનુમાન પ્રાણ છે.

રાજસ્થાનના અલવરમાં યોગીએ શું કહ્યું હતું?


‘બજરંગબલી એક એવા લોકદેવતા છે જે સ્વયં વનવાસી છે, નિર્વાસી છે, દલિત છે, વંચિત છે. ભારતીય સમુદાયને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી પશ્ચિમ સુધી જોડવાનું કામ બજરંગબલી કરે છે.’

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App