શોપિંગ ફેસ્ટ/ અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાનારા શોપિંગ ફેસ્ટમાં બમ્પર ઈનામ તરીકે વૈભવી ફ્લેટ અપાશે

Luxury Flat as a Bumper Prize for Shopping Fest on Ahmedabad Riverfront

DivyaBhaskar.com

Dec 07, 2018, 12:01 AM IST

અમદાવાદ: અમદાવાદમાં દુબઈની જેમ 16 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. આ ફેસ્ટિવલમાં રજિર્સ્ટડ થનારી દરેક દુકાનોમાંથી ખરીદી કરનારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળશે. ઉપરાંત દરેક મિનિટ ટુ મિનિટ, દર કલાક, દર દિવસના ઈનામો મળશે. જ્યારે સૌથી છેલ્લે બમ્પર ઈનામ પણ ડ્રો કરીને આપવામાં આવશે. બમ્પર ઈનામ તરીકે વૈભવી ફલેટ આપવાની વિચારણા રાજ્ય સરકાર કરી રહી હોવાનું મ્યુનિ.સૂત્રોનું કહેવું છે. દસ દિવસના ફેસ્ટ દરમિયાન કુલ 10 કરોડના માતબર ઈનામો આપવામાં આવશે. શહેરના 60000 આઉટલેટસ આ ફેસ્ટિવલમાં રજિસ્ટર્ડ થવાનો આશાવાદ છે. ફેસ્ટમાં સોમવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપરાંત દરેક ઝોનકક્ષાએ અને મ્યુનિ.ની વેબસાઈટ પરથી વેપારીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે.


મ્યુનિ.કમિશન વિજય નેહરાએ કહ્યું કે, 16 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન દુબઈની જેમ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. જેમાં આકર્ષક ઈનામો અને વિવિધ ઓફર્સ રજૂ કરાશે. 10 કરોડ સુધીના ઈનામો મેળવવાની પણ ગ્રાહકોને તક મળશે. ફેસ્ટિવલ ફેસ્ટિવલના આયોજન માટે ‘વાઈબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝેશન ફેડરેશન’ ના નાામથી ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ છે. 80 થી વધુ એસોસિઅેશનમાં ઓટોમોબાઈલ્સ, ગારમેન્ટસ, ઝવેલર્સ, હાર્ડવેર, પેપર, ઓઈલ, મર્ચન્ટ, ટીમ્બર, અગરબત્તી,લેધર, ફુટવેર, ક્રોકરી, ગ્લાસવેર, મોબાઈલ, હોટેલ-રેસ્ટોરાં તથા કેમિસ્ટ જોડાયા છે.

મનોરંજન કાર્યક્રમનો પણ સમાવેશ

* શહેરની દુકાનોમાંથી ખરીદી કરી શકે તેવો આશય
* રિટેલર તેના ગ્રાહકો અને વ્યાપારની તકો વધારી શકશે
* શોપિંગ કે ડિસ્કાઉન્ટ પૂરતો જ ફેસ્ટ મર્યાદિત રાખવા કરતા મનોરંજન આપવાનો પણ આશય
* અલગ અલગ પ્રકારની ઈવેન્ટસનું આયોજન
* રિટેલ માર્કેટમાંથી શોપિંગ કરવા પ્રેરિત કરાશે
દરેક જિલ્લાની પ્રખ્યાત વસ્તુ હશે

શોપિંગ ફેસ્ટિવલ માટે સાબરમતી રિવરફ્રન્ટ પર બનનારા વિશેષ ડોમમાં રાજ્યના દરેક જિલ્લાની પ્રખ્યાત વસ્તુઓ એક જ સ્થળેથી મળી રહેશે.
ગ્રાહક દરેક ખરીદી પરનું ડિસ્કાઉન્ટ ઓનલાઈન જોઈ શકશે
નાગરિકો :એએસએફ એપ સોમવાર સુધી કાર્યરત કરાશે. ગ્રાહક તેમાં રિટેલરો દ્વારા આપવામાં આવેલા ડિસ્કાઉન્ટ કે ઓફરને જોઈ શકશે. તેમના ખર્ચ પ્રમાણે કુપન્સ ભેગી કરી શકશે.
શોપિંગ: શ્રેષ્ઠ કવોલિટીની પ્રોડકટ અને ખરીદી પર ડિસ્કાઉન્ટના માધ્યમથી ગ્રાહકનો રિટેલર સાથે સંપર્ક કરાશે. રૂા.500 કે તેના ગુણાંકમાં ખરીદી કરતા લકી ડ્રોમાં ભાગ લેવાની કુપન્સ મળતા તે ગ્રાહકો રિટેલર પાસેથી ખરીદવા માટે આકર્ષાશે.
રિટેલર: નોંધણી માટે વેબપોર્ટલ તૈયાર થશે. જે સોમવારથી શરૂ કરાશે. ફેડરેશન પાસેથી કુપન ખરીદવાની અને ગ્રાહકોને કુપન ફાળવવાની સુવિધા તેમાં મળી રહેશે.
X
Luxury Flat as a Bumper Prize for Shopping Fest on Ahmedabad Riverfront
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી