અમદાવાદ / રાજપથના પટ્ટાકાંડમાં કોચને ક્લીનચીટ, મેમ્બરશિપ કૌભાંડમાં હજુ તપાસ ચાલુ

Divyabhaskar.com | Updated - Feb 11, 2019, 12:46 AM
રાજપથ ક્લબની ફાઈલ તસવીર
રાજપથ ક્લબની ફાઈલ તસવીર
X
રાજપથ ક્લબની ફાઈલ તસવીરરાજપથ ક્લબની ફાઈલ તસવીર

  • ત્રણ વર્ષમાં ક્લબના ત્રણ વિવાદમાં જુદી જુદી સમિતિઓ રચાઈ હતી
  • સ્વિમિંગ કોચે વિદ્યાર્થિનીને પટ્ટાથી મારી ન હતી, દોરીથી ડરાવ્યાનો રિપોર્ટ

અમદાવાદ: રાજપથ ક્લબમાં બોગસ મેમ્બરશિપ, પટ્ટાકાંડ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે સમીક્ષા માટે વહીવટી ડિરેક્ટરોએ અલગ અલગ તપાસ સમિતિઓ રચી છે. તપાસ સમિતિના અહેવાલને આધારે ભ્રષ્ટાચાર બદલ ક્લબના પૂર્વ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટરોને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે બીજી તપાસ સમિતિના અહેવાલમાં પટ્ટાકાંડમાં સ્વિમિંગ કોચને ક્લિનચીટ અપાઈ હતી. 

છોકરીને કોચે પટ્ટાથી માર મારવાનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો હતો
1.રાજપથ ક્લબની 23 માર્ચ 2015ના રોજ ક્લબના ડિરેક્ટર્સની 60 બેઠક માટે જગદીશ પટેલની પાવર પેનલ અને પરેશ દાણીની યુનાઇટેડ રાજપથ પેનલ વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. જેમાં જગદીશ પટેલની પાવર પેનલનો વિજય થયો હતો. ક્લબમાં પૂર્વ પેનલના ડિરેક્ટરો દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર માટે હાઇકોર્ટના નિવૃત્ત જજના નેજા હેઠળ એક તપાસ સમિતિ બનાવામાં આવી હતી. આ કમિટી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે કર્ણાવતીની ચૂંટણી પહેલા રાજપથ ક્લબની બોર્ડ મિટિંગમાં પૂર્વ પ્રેસિડેન્ડ પરેશ દાણી, પૂર્વ સેક્રેટરી જે.બી.પટેલ, પૂર્વ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન અને  સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ એન.કે.પટેલ અને રાજપથના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ જોઇન્ટ સેક્રેટરી સુરેશ પટેલ (ગામડીવાલા)ને ભ્રષ્ટાચાર બદલ સસ્પેન્ડ કરી દેવાયા હતા. 
2.ત્યાર બાદ ક્લબમાં 13 સપ્ટેમ્બર 2018ના રોજ સ્વિમિંગ શીખવા આવતી છોકરીને કોચે પટ્ટાથી માર મારવાનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ તપાસ સમિતિનો રિપોર્ટમાં વિદ્યાર્થિની તેના માતાપિતાએ કોચ હાર્દિક પટેલને નિર્દોષ હોવાનું અને પટ્ટાથી નહીં પરંતુ સીટીની દોરીથી ડરાવતા હોવાનું જણાવ્યું હતું. 19 મૃતકો સહિત 38 મેમ્બરશીપ વેચી મારવાના કૌભાંડમાં પણ ક્લબ મેનેજમેન્ટે તપાસ સમિતિની રચના કરી હતી. જો કે આ પ્રકરણમાં હજુ તપાસ ચાલી રહી છે. 
આ વિવાદોમાં તપાસ થઈ
3.ભ્રષ્ટાચારમાં તપાસ માટે 2015માં રચાયેલી સમિતિમાં હાઇકોર્ટના નિવૃત્ત જજ સહિત પાંચ સભ્ય હતા. રિપોર્ટને આધારે પ્રેસિડેન્ટ અને ડિરેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
4.સ્વિમિંગ કોચ દ્વારા વિદ્યાર્થિનીને પટ્ટાથી ફટકારવાના કિસ્સામાં સપ્ટેમ્બર 2018માં મેનેજમેન્ટ દ્વારા નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ સહિત પાંચ લોકોની તાપસ સમિતીએ સ્વિમિંગ કોચ હાર્દિકની તરફેણમાં રિપોર્ટ આપ્યો.
5.રાજપથના કર્મચારી દ્વારા 19 મૃતકો સહિત 38 મેમ્બરશિપ બારોબાર વેચી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ક્લબના મેનેજમેન્ટ દ્વારા ઉચ્ચ અધિકારીઓની  તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આની તપાસ હાલ ચાલી રહી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App