ઘરેલું હિંસા / અમદાવાદમાં પતિએ પત્નીને બુરખો પહેરવા દબાણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • પતિએ ભાગીદારી છૂટી કરાવી ત્રણ લાખ રૂપિયા પણ લઈ લીધા

Divyabhaskar.com

Feb 12, 2019, 11:38 PM IST
અમદાવાદ: શહેરના જુહાપુરામાં રહેતી પરિણીતાને તેના પતિએ લગ્ન બાદ ઘરમાં રહેવા અને બુરખો પહેરી રાખવા દબાણ કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પરિણીતાએ પતિ અને અન્ય એક મહિલા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
1. એક અઠવાડિયામાં જ ઘરમાં રહેવા દબાણ કર્યું
જુહાપુરામાં રહેતી 36 વર્ષની મહિલાના લગ્ન એક વર્ષ અગાઉ વેજલપુર વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના એક અઠવાડિયા બાદ જ પતિએ તેની પત્નીને ઘરની બહાર ન નીકળવા અને બુરખો પહેરી રાખવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. નાની નાની વાતમાં બોલાચાલી કરી અને તેને માર મારતા હતા. પતિ પરિણીતાની મરજી વિરુદ્ધ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. 
2. ભાગીદારી છૂટી કરાવી પૈસા પડાવી લીધા
પરિણીતા પોતાનો ધંધો કરતી હતી જેમાં બે ભાગીદાર હતા. આ ધંધામાં પતિએ ભાગીદારી છૂટી કરાવી અને છૂટા થયેલા રૂ. ત્રણ લાખ પણ પડાવી લીધા હતા. પૈસા માંગવા છતાં પતિએ પૈસા પરત કર્યા ન હતાં.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી