LRD પેપરલીક/ રૂપલ શર્મા નહીં જમતા PIએ કહ્યું તમારે પિઝા ખાવા હોય તો પિઝા મંગાવું

DivyaBhaskar.com

Dec 08, 2018, 02:07 AM IST
If you do not want to eat pizza then ask pizza for LRD paperlick / Ruparel Sharma.

*લોકરક્ષક પેપરલીક કાંડમાં હાથેથી લખેલો કાગળ પોલીસ હજુ શોધી શકી નથી

અમદાવાદઃ લોક રક્ષકની પરીક્ષાના પેપર લીક કેસમાં સે-7 પોલીસ સ્ટેશનમાં 10 દિવસના રિમાન્ડ પર રહેલી માસ્ટર માઇન્ડ રૂપલ શર્મા 2 દિવસથી જમતી નહોતી. આથી પોલીસ ઇન્સ્પેકટર જે.ડી.મહિડાએ રૂપલને કહેલું કે તમારે પીઝા ખાવા હોય તો પીઝા મંગાવુ પરંતુ તમે જમી લો. પોલીસ માનવતા દાખવી તેના 2 બાળકોને મળવા દે છે. સે-7 પોલીસ સ્ટેશનમાં જતા સામે જ સ્ત્રી લોકઅપ છે. નવાઇની વાત એ છે કે, આ સ્ત્રી લોક અપમાં બિન જરૂરી ભંગારનો સામાન રાખવામાં આવ્યો છે. રૂપલ પણ આરોપી છે તો તેને કયાં રાખવામાં આવે છે. તે અંગે પોલીસ અધિકારી કોઇ પ્રકાશ પાડતા નથી.

મૂળ દિલ્હીમાં અને શોધે છે બીજા રાજ્યોમાં!

દિલ્હીની ગેંગે પેપર ફોડયું હોવાનો પર્દાફાશ થયો છે. તેથી ક્રાઇમ બ્રાન્ચ તથા ATSએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. તેની સાથે પોલીસે દિલ્હી, ગુરુગ્રામ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાનમાં પણ ધામા નાંખ્યા છે. દિલ્હીને બચાવવા માટે તપાસને આંતર રાજયો જેવાં કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુરુગ્રામ તેમ જ હરિયાણા સુધી લંબાવી છે. જો કે આ રાજયોમાં તપાસ કેમ લંબાવી તેની પોલીસે સ્પષ્ટતા કરી નથી.

કેન્દ્રો યથાવત્ રહેવાની સંભાવના

લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટી જવાના કારણે મુલત્વી રહેલી પરીક્ષા હવે 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ યોજાવાની છે. આ પરીક્ષાના કેન્દ્વો યથાવત રહે તેવી સંભાવના છે. આ પરીક્ષાના અંદાજે 9 લાખ ઉમેદવારોને તારીખ બદલાઇ હોવાથી કોલ લેટર મોકલાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ અંગે રાજય પરીક્ષા બોર્ડ તરફથી સ્પષ્ટતા કરાઇ ના હોવાથી વિદ્યાર્થી મુંજાયા છે. આ અંગે રાજય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જણાવ્યું છે કે, પરીક્ષા સેન્ટર હજુ નક્કી નથી. નક્કી થયા બાદ કોલ લેટર મોકલાશે. કૌંભાડમાં સંડોવાયેલા આરોપીઓના નામો આવે પછી તેમને કોલ લેટર મોકલવા કે નહીં તે અંગે નિર્ણય કરાશે.

પોલીસે ત્રણેય આરોપીના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા

સેક્ટર-7 પોલીસે ગુરૂવારે પકડાયેલા ત્રણેય આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં આરોપીઓની રોલ અને ભૂમિકાને ધ્યાને લઈને કોર્ટે યશપાલ અને ઈન્દ્રવદનના 10 દિવસ અને રાજેન્દ્રસિંહના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દબાણને પગલે પોલીસ ટૂંક સમયમાં પ્રિન્ટરના નામ અંગે મોઢું ખોલશે

લોકરક્ષક દ‌ળની ભરતી માટેની પરીક્ષાનું પેપર કોણે છાપ્યું હતું તે પ્રિન્ટરના નામ અંગેનું હસ્ય ઘુટાતું જાય છે. આ અંગે મોઢું સીવીને બેસી ગયેલી પોલીસ સહિત સરકારી તંત્ર પર છેલ્લાં પાંચ દિવસથી માછલાં ધોવાઇ રહ્યાં છે. ત્યારે સતત વધતાં જતા દબાણને વશ થઇને આખરે પોલીસ દ્વારા ટૂંક સમયમાં પ્રિન્ટરનું નામ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.


લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટવાના મામલે સમગ્ર દેશમાં માછલાં ધોવાયાં છતાં આ પેપર દિલ્હી કેવી રીતે પહોંચ્યું તેમ જ પેપર છાપનાર પ્રિન્ટર કોણ છે તેમ જ ગુજરાત અને દિલ્હી ગેંગ વચ્ચે કડીરૂપ ભૂમિકા કોણે ભજવી વગેરે સવાલો સૌથી મહત્વના હોવા છતાં હજુ સુધી અનુત્તર રહ્યા છે. આ પેપર પ્રિન્ટીંગ એજન્સી મારફતે દિલ્હી પહોંચ્યું હોવાનું પોલીસે ગુરુવારે જાહેર કર્યું હતું. પરંતુ પેપર કોને છાપ્યું હતું તે પ્રિન્ટરનું નામ પોલીસ કે પછી પોલીસ ભરતી બોર્ડે જાહેર કર્યું નથી.

અગાઉ મનહરે નોકરીના બહાને 2 કરોડ ઉઘરાવ્યા હતા


રિમાન્ડ પર રહેલા આરોપી મનહર પટેલના નજીકના સુત્રોમાંથી મળેલી જાણકારી મુજબ 2 વર્ષ પહેલાં પણ સરકારી નોકરી અપાવાના બહાને લોકો પાસેથી રૂ.2 કરોડ ઉઘરાવ્યા હતા. જે રૂપિયા રખિયાલનો વ્યકિત હજમ કરી જતા મનહરે લોકોને રૂપિયા પરત આપવા માટે પોતાની જમીન વેચી લોકોને રૂપિયા આપ્યા હતા. આ નાણાં રિકવક કરવા માટે મનહર ફરીથી સક્રિય થયો હતો.

બોડેલીના અશ્વિને 3 પેપર ખરીદનાર શોધ્યા હતા


ATSએ ઇન્દ્રવદન સાથે સંપર્કમાં રહેલા અશ્વિનને બોડેલીથી પકડ્યો હતો.તેની પ્રાથમિક પૂછતાછ કરતાં લોકરક્ષકની પરીક્ષાનું પેપર ખરીદવા માટે તૈયાર 3 ઉમેદવારોને શોધી રાખ્યા હતા. પેપરનો 5 થી 6 લાખનો ભાવ હોવાનું પણ તેણે પોલીસને જણાવ્યું હતું. કૌભાંડમાં તેની શું ભૂમિકા છે તેમજ કોની સાથે સંકળાયેલો છે તેની તપાસ ચાલી રહી છે.

સાબરકાંઠામાં તપાસ વધુ સઘન બનાવવામાં આવશે


પેપર સાબરકાંઠા અને વડોદરા જિલ્લામાં મોટા પ્રમાણમાં વાઇરલ થયું હતું. સૂત્રો અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં પેપરલીક કૌભાંડ સાથે સંકળાયેલા લોકોની સંખ્યા વધુ હોવાનું લાગતાં એટીએસે સાબરકાંઠા જિલ્લામાં નેટવર્ક ધરાવતા અને અન્ય જિલ્લામાં નોકરી કરતા પોલીસ કર્મચારીઓની એક ટીમ તૈયાર કરી તેમને શોધખોળમાં લગાવી છે.

X
If you do not want to eat pizza then ask pizza for LRD paperlick / Ruparel Sharma.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી