અમદાવાદ / બિલ્ડિંગમાં ફાયર NOC હોય તો ફરી લેવું જરૂરી નથી: ક્લાસીસ સંચાલકો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સીલ મારવાની કલેક્ટરની સૂચના સામે ક્લાસીસનો તર્ક 
  • બીયુ પરમિશનમાં જ ફાયર NOCનો સમાવેશ થાય છે

Divyabhaskar.com

Feb 11, 2019, 01:01 AM IST

અમદાવાદ: ફાયર એનઓસી નહીં ધરાવતા ટ્યૂશન ક્લાસીસને સીલ મારવા કલેક્ટર કચેરીએ આપેલી સૂચના સંદર્ભમાં ટ્યૂશન ક્લાસીસના મંડળે દલીલ કરી હતી કે, જે બિલ્ડિંગને ફાયર એનઓસી મળેલું હોય અને તેમાં ક્લાસીસ ચાલતા હોય તો ક્લાસીસ સંચાલકોએ અલગથી ફાયર એનઓસી લેવાની જરૂર નથી. ક્લાસીસ બીયુ પરમિશન વખતે મળેલું સર્ટિફિેકેટ રાખે તો પૂરતું છે.

1 મહિનામાં ફાયર સેફ્ટીના નિર્દેશના વિરોધમાં ક્લાસીસ સંચાલકોએ બેઠક યોજી કહ્યું, બીયુ પરમિશનમાં જ ફાયર NOCનો સમાવેશ થાય છે

ક્લાસીસ સંચાલકોને કલેક્ટરે સૂચના આપી હતી કે જો ક્લાસીસ સંચાલકો એક મહિનામાં ફાયર વિભાગની મંજૂરી નહીં લે તો ક્લાસીસ સીલ કરાશે. આ સૂચનાના વિરોધમાં ક્લાસીસ સંચાલકોની મિટિંગ રવિવારે યોજાઇ હતી. અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપના એડવાઇઝર ઝંકૃત આચાર્યે જણાવ્યું હતું કે, મિટિંગમાં ક્લાસીસ સંચાલકોએ ફાયર એનઓસી સહિતના પ્રશ્નો રજૂ કરી દલીલ કરી હતી કે, કોઇ બિલ્ડિંગને બીયુ પરમિશન આપવામાં આવે ત્યારે તેમાં ફાયર એનઓસીનો પણ સમાવશે થાય છે. દરેક ક્લાસીસ સંચાલકોએ બિલ્ડર પાસેથી ફાયર વિભાગનું પ્રમાણપત્ર લઇને ક્લાસીસમાં રાખવું. જ્યારે પણ ફાયર વિભાગનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે ત્યારે તે પ્રમાણપત્ર જ દર્શાવવાનું રહેશે. અલગથી પ્રમાણપત્ર લેવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, શહેરના 203 ક્લાસીસમાંથી માત્ર 3 પાસે જ ફાયર સેફ્ટીની સુવિધા છે.

ગુમાસ્તાધારા હેઠળ નોંધણીની સૂચના અપાઇ


ઘણા ક્લાસીસ સંચાલકોમાં રજિસ્ટ્રેશનને લઇને સમસ્યા જોવા મળી હતી. જેથી એડવાઇઝર્સ દ્વારા ક્લાસીસને ગુમાસ્તાધારા અંતર્ગત કઇ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકાય તેની પણ માહિતી આપવામાં આવી હતી. કારણ કે ક્લાસીસમાં ચેકિંગ દરમિયાન ઘણા ક્લાસીસનું રજિસ્ટ્રેશન જોવા મળ્યું ન હતું. જેને લઇને મિટિંગમાં ગાઇડન્સ આપવામાં આવ્યું હતું.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી