હત્યા / સાણંદમાં આડા સંબંધથી કંટાળી પતિએ પત્નીની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી

સાણંદ પોલીસે ગુનો નોંધી પતિ મલ્લુકેની ધરપકડ કરી હતી
સાણંદ પોલીસે ગુનો નોંધી પતિ મલ્લુકેની ધરપકડ કરી હતી
X
સાણંદ પોલીસે ગુનો નોંધી પતિ મલ્લુકેની ધરપકડ કરી હતીસાણંદ પોલીસે ગુનો નોંધી પતિ મલ્લુકેની ધરપકડ કરી હતી

  • આરોપી પતિની સાણંદ પોલીસે ધરપકડ કરી

Divyabhaskar.com

Feb 12, 2019, 09:34 PM IST
સાણંદ: કાણેટી ગામે પતિએ પત્નીની હત્યા કરી લાશ ઈંટોના ભઠ્ઠામા દાટી દીધી હતી. સાણંદ પોલીસે જમીનમાં દાટેલી લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી તેમજ આરોપી પતિની ધરપકડ કરી છે.
1. ભઠ્ઠામાં કામ કરતા મજુરે પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો
સાણંદ કાણેટી ગામની હરિહર હોટેલ પાસે આવેલ ઈંટોનું કામ કરતા રામનાથ લહેરે સાણંદ પોલીસને જાણ કરી હતી કે તેના મજૂર મલ્લુકે સતનામીએ તેની પત્નીની હત્યા કરી છે અને તેની લાશ ક્યાંક ભઠાની આસપાસ જમીનમા દાટી દીધી છે. સાણંદ પોલીસે તપાસ કરતા પત્નીની કોહવાયેલી લાશ જમીન માંથી મળી આવી હતી.
2. આડા સંબંધમાં પતિએ હત્યા કરી
આરોપી પતિ મલ્લુકે સતનામી તેની પત્ની શૈલી સાથે સાણંદ ખાતે રહેતો હતો અને ઈંટોના ભઠામાં મજૂરી કામ કરતો હતો. પત્ની શૈલીના અન્ય મજૂર સાથેના આડ સબંધને લઈ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા હતા. પત્નિના આડ સબંધનો અંત લાવવા પતિ મલ્લુકે સાત દિવસ પહેલા પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી અને આ અંગે કોઈને જાણ ન થાય તે માટે ઈંટોના ભઠ્ઠાની જમીનમા પત્નિ શૈલીની લાશને દાટી ફરાર થઈ ગયો હતો. સાણંદ પોલીસે ગુનો નોંધી પતિ મલ્લુકેની ધરપકડ કરી હતી અને જે જગ્યાએ લાશને સંતાડી હતી ત્યાં સર્ચ કરી લાશને શોધી હતી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી