ફૂડ પોઈઝનિંગ / અમદાવાદના શાહપુર હલીમની ખડકી નજીક જમણવાર બાદ 40 લોકોને ફૂડ પોઈઝનિંગ

Divyabhaskar.com | Updated - Feb 11, 2019, 07:46 AM
વી.એસ. ટ્રોમાં સેન્ટરમાં દર્દી
વી.એસ. ટ્રોમાં સેન્ટરમાં દર્દી

  • બિરયાની અને દૂધીનો હલવો ખાવાથી ઝેરી અસર થઈ
  • લગ્નમાં જમણવાર પછી ઝાડા-ઊલટી થતાં 40 VSમાં

અમદાવાદઃ રવિવારે સાંજે શાહપુર હલીમની ખડકી નજીક એક પ્રસંગમાં જમણવાર બાદ 40 મહેમાનોને ઝાડા-ઊલટી થતા દોડધામ મચી હતી. બાળકો, મહિલાઓ સહિત કુલ 40 લોકોને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં તાબડતોબ વીએસ હોસ્પિટલ હોસ્પિટલ ખસેડાયા હતા. ફૂડ પોઈઝનિંગની ઘટના ધ્યાને આવતા મ્યુનિ.નો હેલ્થ વિભાગ પણ સક્રિય થયો હતો.

વીએસના આરએમઓ ડો. કુલદીપ જોષીના જણાવ્યાં અનુસારઃ હલીમની ખડકી પાસે ચાલી રહેલા એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ આ સ્થિતિ સર્જાઇ હતી. જેમાં બાળકો સહિત 40 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. મોટા ભાગના લોકોને વોમીટ થતા ફુડ પોઇઝનિંગ થયાનો અંદાજો આવી જતા હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ તમામની સારવાર ચાલી રહી છે અને સ્થિતિ કાબુમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.

X
વી.એસ. ટ્રોમાં સેન્ટરમાં દર્દીવી.એસ. ટ્રોમાં સેન્ટરમાં દર્દી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App