સ્વચ્છ અમદાવાદ/ 6 દિવસથી જાહેરાત છતાં લોકોએ ભીનો-સૂકો કચરો જુદો ન પાડતા હવે મ્યુનિ. નોટિસ આપશે

શહેરમાં પેદા થતો 3800 ટન કચરો અલગ તારવવામાં લોકોની ઢીલાશ

DivyaBhaskar.com | Updated - Dec 09, 2018, 12:55 AM
Clean Ahmedabad / Even after 6 days of announcement, people can not separate wet and dry garbage now

*કચરો અલગ નહીં તારવતા કોમર્શિયલ યુનિટને નોટિસ ઉપરાંત દંડ ફટકારાશે

અમદાવાદ : ભીનો-સૂકો કચરો ઘરેથી જ અલગ કરીને આપવાના નિયમનો 3 ડિસેમ્બરથી અમલ શરૂ થયો હોવા છતાં છ દિવસ પછી પણ લોકો પૂરતો પ્રતિસાદ ન આપતા કોર્પોરેશન હવે કાર્યવાહી કરશે. જે ઘરો ભીનો- સૂકો કચરો અલગ પાડીને નહીં આપે તેમને નોટિસ ફટકારાશે અને કચરો ઉપાડાશે નહીં. કોમર્શિયલ યુનિટ આમ નહીં કરે તો નોટિસ ઉપરાંત દંડ કરવામાં આવશે.

મ્યુનિ. અધિકારીના જણાવ્યા અનુસાર સૂકો અને ભીનો કચરો છૂટો પાડીને આપે તો જ લેવાનો નિયમ છેલ્લા 6 દિવસથી અમલમાં છે પણ લોકો નિયમનું અપેક્ષા મુજબ પાલન કરતા નથી. આને કારણે કચરો જુદો પાડવામાં મ્યુનિ.નો સમય વેડફાય છે અને મૂળ હેતુ સર થતો નથી. હવે મ્યુનિ. કચરો છૂટો પાડીને નહીં આપનારા ઘરોને નોટિસ આપવાનું શરૂ કરશે. હજી પણ ડોર ટુ ડોરની ગાડીઓમાં છૂટો કચરો ન આવતા મ્યુનિ. અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો પાસેથી જ કચરો છૂટો કરાવવો પડે છે. કચરાનું સેગ્રીગેશન ન થતાં 7 ઝોનના 88 વાહનને પાછા કાઢવામાં આવ્યા હતા.

મુકેશ ગઢવી,ડે.મ્યુનિ. કમિશનર સાથે સીધી વાત

પ્રશ્ન : કોઇ કચરો રોડ પર નાખશે તો?


જવાબ : જે વ્યક્તિ કચરો નાખતા પકડાશે તેને દંડ કરવામાં આવશે.

કયા કાયદા હેઠળ મ્યુનિ. નોટિસ આપશે?

સોલિડ વેસ્ટ એક્ટ 2016, GPMC એક્ટ મુજબ નોટિસ અપાશે.

કોઈ વ્યક્તિ ભેગો કચરો ગાડીમાં નાખે તો?

પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે.

6 દિવસથી આવતો સૂકો-ભીનો કચરો

સૂકો (ટન) ભીનો (ટન)
સોમવાર 120 1080
મંગળવાર 124 1076
બુધવાર 130 1070
ગુરુવાર 135 1065
શુક્રવાર 150 1050
શનિવાર 220 1044

આટલાં વાહન પરત કરાયાં

પૂર્વ 24
દક્ષિણ 25
મધ્ય 20
ઉત્તર 10
ઉ. પશ્ચિમ 8
દ.પશ્ચિમ 1

X
Clean Ahmedabad / Even after 6 days of announcement, people can not separate wet and dry garbage now
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App