અમદાવાદ / ધો10-12 સાયન્સનાં પુસ્તક બજારમાં ન આવતા હાલાકી

divyabhaskar.com | Updated - Apr 18, 2019, 01:17 AM
Do not go to the market in the standard 10-12 science book market

  • ગુજરાત બોર્ડનાં પુસ્તકો હજુ સુધી આવ્યાં નથી


અમદાવાદ: ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના ગુજરાત બોર્ડના પાઠયપુસ્તકો બજારમાં ન પહોંચાડાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. એક તરફ ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળે ધોરણ 10-12ના પુસ્તકોની કિંમતમાં સરેરાશ 300 ટકા સુધીનો વધારો કરી દીધો, તેવામાં વિદ્યાર્થીઓ-શિક્ષકોને પુસ્તકો ન મળવાથી પરિસ્થિતિ વિકટ બની છે.
એપ્રિલના અંત સુધીમાં પુસ્તકો બજારમાં આવી જશે
ધોરણ 10 માં ગણિત, વિજ્ઞાન, ઈગ્લીશ, સોશિયલ સ્ટડી, સંસ્કૃત જેવા મહત્વના વિષયોના પુસ્તકો બજારમાં હજુ આવ્યા નથી. બીજી તરફ ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી વિષય સહિતના મહત્વપૂર્ણ વિષયોના પુસ્તકોની કિંમતમાં ધરખમ વધારો કરાયો છે. પાઠયપુસ્તક મંડળના સૂત્રોનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે એપ્રિલના અંત સુધીમાં પુસ્તકો બજારમાં આવી જશે.
પુસ્તકો નહીં મળે તો આંદોલન કરાશે
ધો.10 અને 12 સાયન્સના ગુજરાત બોર્ડના પુસ્તકો સત્વરે ઉપલબ્ધ કરાવવા માટેની અમારી માંગણી છે, જો તેમ નહીં કરાય તો આંદોલન કરવાની ફરજ પડશે. - નરેશ શાહ, વાઈસ પ્રેસિડેન્ટ, ઓલ ઈન્ડિયા પેરેન્ટ્સ એસો.

X
Do not go to the market in the standard 10-12 science book market
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App