પૂર્વ MLA છબીલ પટેલની દુષ્કર્મ કેસમાં ધરપકડ થયાની ચર્ચા

વિરોધીઓ દ્વારા તેમની છબી ખરડીને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો કારસો કરાયો હોવાનો આક્ષેપ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 11, 2018, 03:14 AM
Discussion of arrest of former MLA chhabil Patel in the abuse case

અમદાવાદ: રાજ્યના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા છબીલ પટેલની સામે એક વિધવા મહિલાએ દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને પગલે દિલ્હીની પોલીસે શનિવારે અમદાવાદ આવી છબીલ પટેલની ધરપકડ કરી હોવાના સમાચારો વહેતા થયા હતા. જોકે સ્થાનિક પોલીસે આવી કોઈ બાબતને સત્તાવાર સમર્થન આપ્યું ન હતું. બીજી તરફ છબીલ પટેલે જાતે પોલીસ સમક્ષ હાજર થઈ લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવવાની તૈયારી બતાવી હોવાથી તેમની ધરપકડ થઈ શકે નહીં તેવુ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતું. આ મામલે અગાઉ છબીલ પટેલે પોતાની વિરુદ્ધનું રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. તેમજ વિરોધીઓ દ્વારા તેમની છબી ખરડીને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો કારસો કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.


X
Discussion of arrest of former MLA chhabil Patel in the abuse case
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App