ધમકી / કોંગ્રેસના ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને અજાણી વ્યક્તિએ ફોન કરી ગાળો દીધી, પોલીસ ફરિયાદ

Congress MLA Poonja vansh calls threatening phone call
X
Congress MLA Poonja vansh calls threatening phone call

  • બે દિવસથી અજાણી વ્યક્તિ ફોન પર ગાળાગાળી કરતા પરેશાન
  • પ્રાઇવેટ નંબરધારક શારીરિક નુકશાન કરશે તેવો MLAને ડર

DivyaBhaskar.com

Jan 11, 2019, 11:25 AM IST

ગાંધીનગર: ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ સાથે ફોન પર કોઈ અજાણ્યા શખસે પ્રાઈવેટ નંબરથી ધમકીના ટોનમાં બેફામ ગાળાગાળી કરી હોવાની ઘટના બની છે. બે દિવસ સતત ફોન કરનાર અજાણી વ્યક્તિ તેમને શારીરિક નુકસાન પહોંચાડી શકે તેવી શંકા વ્યક્ત કરતાં પૂંજાભાઈએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં પ્રાઈવેટ નંબર ધારક અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. 

 

ચાર કલાકમાં એક જ નંબર પરથી ત્રણ વખત ફોન આવ્યા

 

મૂળ ઉનાના વતની અને કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઇ વંશ ગાંધીનગરમાં સેક્ટર-21 ખાતે MLA ક્વાટર્સમાં રહે છે. તેમણે સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રીજી જાન્યુઆરીએ સવારે છ વાગ્યે તેમના મોબાઈલ પર ‘પ્રાઇવેટ નંબર’ પરથી ફોન આવ્યો હતો. ફોનમાં સામેવાળી અજાણી વ્યક્તિએ ગુજરાતી ભાષામાં જેમ ફાવે તેમ અભદ્ર અને બીભત્સ ગાળાગાળી કરી હતી. ત્યારબાદ સાડા દશ વાગ્યા સુધીમાં એ જ નંબર પરથી બે વખત ફોન આવ્યો હતો, જો કે, પૂંજાભાઈ ઉપાડ્યો ન હતો. 

 

 

ફોન ડિસ્પ્લે પર 'PRIVATE NUMBER' લખાઈ આવ્યું

 

3જી તારીખે ત્રણ ફોન બાદ બીજા દિવસે પણ ફરી તેમના ફોન પર કોલ આવવાના શરૂ થઈ ગયા હતા, પરંતુ પૂંજાભાઈએ આ ફોન ઉપાડ્યા જ નહીં. પ્રાઇવેટ નંબર ધારક દ્વારા સતત ફોન કરીને બીભત્સ ગાળાગાળી કરી હોવાને કારણે આ પ્રાઇવેટ નંબર ધારક પોતાની શારીરિક કે અન્ય રીતે નુકસાન કરે તેવી ભીતિ હોવાને કારણે ધારાસભ્ય પૂંજાભાઈએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા પ્રાઈવેટ નંબર ધારકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. હાલ સેક્ટર-21 પોલીસ સ્ટેશનના પીઆઇ ટી. એલ. વાઘેલાએ પ્રાઇવેટ નંબર કોનો છે તે જાણી ધમકીભર્યો ફોન કરનાર આરોપી સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી