Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Amit Shah took the class of Vagani in the scam, fears the loss of high command in the Lok Sabha

LRD પેપરલીક/ કૌભાંડ મામલે અમિત શાહે જીતુ વાઘાણીનો ક્લાસ લીધો, લોકસભામાં નુકશાનની ભીતિ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 01:57 AM

પેપર કાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીથી લોકસભામાં પક્ષને નુકસાનની હાઈકમાન્ડને ભીતિ

 • Amit Shah took the class of Vagani in the scam, fears the loss of high command in the Lok Sabha

  *જીતુ વાઘાણી અને ભીખુ દલસાણિયાને તાત્કાલિક સોમનાથ બોલાવાયા હતા

  ગાંધીનગર: તાજેતરમાં યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટના અને તે ઘટનામાં ભાજપના નેતાઓની સંડોવણી સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુરૂવારે સોમનાથના દર્શન માટે આવેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તાત્કાલિક ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાને સોમનાથ બોલાવીને પેપર લીક મુદ્દે ઉધડો લીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ લોકરક્ષક દળની પરીક્ષામાં પેપર લીક કાંડના છાંટા ભાજપ પર ઉડવાથી લોકસભા ચૂંટણીમાં પક્ષને નુકસાન થાય એવી સ્થિત સર્જાઈ છે.

  આ ઘટનાને પગલે ભરતીમાં ઉમેદવારી કરનારા 9 લાખ જેટલાં યુવાનો અને તેમના પરીવારોમાં ગુજરાત સરકાર અને ભાજપ સામે ભારે આક્રોશ ઉભો થયો છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ સોમનાથના દર્શન કરવા આવ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ મંદિરના કળશ સુવર્ણથી મઢવાની જાહેરાત કરી હતી.

  ભાજપના મોટા માથાની સંડોવણી: OSS એકતા મંચ

  પેપર લીક કૌભાંડના પગલે ધારાસભ્ય અલ્પેશે ઠાકોર સેના સાથે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી રેલી યોજી હતી. જેમાં OSS એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે આરોપ લગાવતા કહ્યું કે આ કાંડમાં ભાજપના ઉત્તર ગુજરાતના મોટા માથાની સંડોવણી છે જે હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતા હેઠળ તપાસ દ્વારા બહાર લાવવી જરૂરી છે.

  ફરીથી લેવાનાર પરીક્ષાની જવાબદારી વિકાસ સહાય પર

  લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થતાં સમગ્ર ભરતી રદ કરાયા બાદ આગામી 6ઠ્ઠી જાન્યુઆરીએ ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત સરકારે કરી છે ત્યારે ફરી એકવાર ભરતીની તમામ જવાબદારી સમિતિના અધ્યક્ષ વિકાસ સહાયને જ સોંપવામાં આવી છે. સહાય જ પરીક્ષાનું તમામ સંચાલન કરશે. સમિતિમાં ફેરબદલની શક્યતા સરકારે નકારી છે.

  ક્રાઇમ બ્રાન્ચે પ્રીતેશ અને અજયનું રિકન્સ્ટ્રક્શન કર્યું

  લોકરક્ષકદળ પેપરલીક કૌભાંડમાં અરવલ્લીમાં રેલો આવ્યો છે. ક્રાઇમ બ્રાંચે ઝડપેલા પ્રિતેશ પટેલ અને અજયસિંહ પરમારને અરવલ્લીમાં રિકન્સટ્રકશન માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં બંનેને શામળાજી-હિંમતનગર હાઇવે પર લઇ જવાયા હતા. જ્યાં ક્રાઇમ બ્રાંચે તા.30ની રાત્રીએ કઇ ગાડીમાં કેટલા શખ્સ ગયા હતા તેની વિગતો મેળવી હતી.

  ઇન્દ્રવદન અને અશ્વિને રૂ. 6 લાખમાં શિકાર શોધ્યા

  લોકરક્ષકની પરીક્ષાના પેપરલીક કૌભાંડમાં વડોદરા કેન્દ્રસ્થાને રહ્યું છે. કૌભાંડનો કિમિયાગર યશપાલસિંહ સોલંકીનું વડોદરા કનેકશન નીકળ્યા બાદ રૂા. 5-6 લાખમાં પેપર ખરીદે તેવા ઉમેદાવારો ભેગા કરવાનું કામ કરતાં ગોત્રીનો ઇન્દ્રવદન પરમાર અને બોડેલીનો અશ્વિન કે જે અમદાવાદમાં શિક્ષક છે તેણે કર્યું હતું.

  ભાજપના દિલ્હી સુધી છેડા ધરાવતા નેતાની સંડોવણી?

  લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનુ પેપર લીક થવાની ઘટનામાં પાલિકાના કોન્ટ્રાકટ પરના તત્કાલિન હેલ્થ વર્કર યશપાલ પાછળ દિલ્હી સુધી સંપર્ક ધરાવતા વડોદરાના ભાજપના એક આગેવાનનુ નામ રાજકીય મોરચે ચર્ચામાં રહેતા ચકચાર મચી છે. રાજયભરમાંથી પોણા નવ લાખ ઉમેદવારોએ ગત રવિવારે પરીક્ષા માટે દાવેદારી નોંધાવી હતી.પરીક્ષા યોજાય તે પહેલા જ પેપર ફુટી જવાની ઘટના ઘટતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ ઘટનામાં પાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાકટ પર ફરજ બજાવી ચૂકેલા યશપાલસિંહ સોલંકી(ઠાકોર)નુ નામ ખુુલ્યું છે અને તેની શોધખોળ બાદ પોલીસે તેને દબોચી લીધો છે.

  પૈસા કમાવવા બીજા ફેઝમાં ગુજરાતમાં પેપર ફૂટ્યું

  દિલ્હી બાદ ગુજરાતમાં બીજા ફેઝમાં પેપર ફૂટયું હતું. યશપાલે લખેલા જવાબો જોઇને અન્ય લોકોએ પોતાના હસ્તાંક્ષરમાં જવાબો લખીને સ્પ્રેડ કર્યા હતા. તે જ રીતે રાજેન્દ્વ વાઘેલાએ મેમરીના કારણે તમામ પ્રશ્નો યાદ રાખ્યા હતા. તેના જવાબો લખીને અન્યને આપ્યા હોવાનું જણાવ્યું છે. 50થી વધુ લોકોની પૂછપરછ કરાશે. યશપાલ સુરતથી ગોધરા, વડોદરા આવ્યો હતો. ત્યાં ઇન્દ્વવદને 20 હજાર રૂપિયા અને ફેકટરીમાં બે દિવસ રોકાયો હતો. તે વિરપુર જતો હોવાની બાતમીના આધારે અમે તથા ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તેને ઝડપી લીધો છે. યશપાલને માત્ર પેપર મેળવીને પરીક્ષા આપવાનો ઇરાદો હતો. જયારે ઇન્દ્વવદન પરમાર, નિલેષ તથા બીજા બેથી ત્રણ જણાંને આર્થિક હિસ્સો મોટો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ