કુંભ / કુંભમેળામાં શ્રદ્ધાળુઓના ધસારાથી ટ્રેનો ફુલ, અલ્લાહાબાદ-અમદાવાદ ફ્લાઈટનું ભાડું 21 હજાર

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ભાડાંમાં ત્રણ ગણો વધારો, વારાણસી, લખનઉની ફ્લાઈટનાં ભાડાં પણ વધ્યાં

Divyabhaskar.com

Feb 13, 2019, 07:55 AM IST

અમદાવાદ: કુંભમેળામાં શ્રદ્ધાળુઓના ધસારાથી અલ્લાહાબાદથી અમદાવાદની ફ્લાઈટનું ભાડું લગભગ ત્રણ ગણું વધી 21 હજારે પહોંચ્યું છે. લખનઉ અને વારાણસીની ફ્લાઈટ્સના રિટર્ન ભાડામાં પણ આટલો જ વધારો થયો છે. કુંભસ્નાન માટે આ વખતે એનઆરઆઈની સંખ્યા પણ વધી છે. કુંભમેળામાં ગંગા સ્નાનનો લાભ લેવા મોટી સંખ્યામાં ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે. 19 ફેબ્રુઆરીએ મહા મહિનાની પૂનમે પાંચમા અને 4 માર્ચે મહાશિવરાત્રિએ છટ્ઠા શાહીસ્નાન પહેલાં અમદાવાદથી અલ્લાહાબાદ, લખનઉ અને વારાણસી જતી તમામ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ 300થી 400 સુધી પહોંચી ગયું છે.

અમદાવાદથી ફ્લાઈટનું ભાડું વધ્યું


પ્રયાગરાજ માટે અમદાવાદથી અલ્લાહાબાદ ઉપરાંત લખનઉ અને વારાણસી જવા ફ્લાઈટ મળે છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી આ શહેરોનું ભાડું 3500થી 4000 રૂપિયા હોય છે. પરંતુ પાંચમા અને છઠ્ઠા શાહીસ્નાન પહેલા આ શહેરોમાં જતી ફ્લાઈટનું ત્રણ ગણું વધીને 10000થી 11000 રૂપિયા સુધી પહોંચી ગયું છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી