અમદાવાદ / ચાર મંત્રીઓની સમજાવટ પછી વેપારીઓ શોપિંગ ફેસ્ટમાં ડિસ્કાઉન્ટ આપવા માન્યા

After the persuasion of four ministers, merchants agreed to give a discount to the shopping fest
X
After the persuasion of four ministers, merchants agreed to give a discount to the shopping fest

  • વેપારીઓના ઓછા ઉત્સાહ પછી સરકારે વ્યૂહ બદલવો પડ્યો
  • મોલ 17થી 25 ટકા અને રેસ્ટોરાં 15 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપશે

DivyaBhaskar.com

Jan 11, 2019, 12:56 AM IST

ગાંધીનગર: 17 જાન્યુઆરીથી શરૂ થનારા દુબઈ જેવા શોપિંગ ફેસ્ટિવલમાં ગ્રાહકોને ઊંચું ડિસ્કાઉન્ટ મળી રહે અને ફેસ્ટિવલ સફળ થાય તે માટે સરકારે ચાર મંત્રીને મેદાનમાં ઉતારવા પડ્યા હતા. વેપારીઓએ બહુ રસ દાખવ્યો ન હતો. પરંતુ ચાર મંત્રીની દરમિયાનગીરી પછી મોલ સંચાલકો 17થી 25 ટકા અને રેસ્ટોરાં 15 ટકા ડિસ્કાઉન્ટ આપવા તૈયાર થયા હતા. 

 

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,મહેસૂલ મંત્રી કૌશિક પટેલ,ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ઉર્જા મંત્રી સૌરભ પટેલે ગુરુવારે વિવિધ વેપારી એસોસિએશન સાથે બેઠક યોજી હતી. મંત્રીઓએ વેપારીઓને સાનમાં સમજાવ્યા પછી તેઓ ફેસ્ટિવલમાં જોડાવા સહમત થયા હતા. શોપિંગ ફેસ્ટિવલની આડે છ દિવસ બાકી છે ત્યારે પુરતું રજિસ્ટ્રેશન અને ડિસ્કાઉન્ટના પુરતું ન મળે તો લોકો મોટી સંખ્યામાં આવે નહીં એટલા માટે શોપિંગ ફેસ્ટિવલને સફળ બનાવવા સરકારે ચાર મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા. ચારેય મંત્રીઓએ વિવિધ જવાબદારી નિભાવી હતી. કેબિનેટ મંત્રી કૌશિક પટેલ અને ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદના હોવાથી તેમણે ફેસ્ટિવલને સફળ બનાવવાની જવાબદારી સોપાઇ છે.

1. ચુડાસમાએ મોલ સંચાલકોને સમજાવ્યા
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદના વાડજ એસ.ટી.બસ સ્ટેશનમાં તમામ મોલવાળાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રિલાયન્સ, ડી-માર્ટ, ઓશિયા, નેશનલ હેન્ડલુમ,બિગ બજાર સહિત વિવિધ મોલવાળાઓ સાથે બેઠક યોજી હોવાનું મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,મોલવાળાઓ 17થી25 ટકા સુધીનું કમિશન આપવા તૈયાર થઇ ગયા છે.  
2. સૌરભ પટેલે હોટેલમાલિકોને મનાવ્યા
રેસ્ટોરાં સાથે ઉર્જા મંત્રી સૌરભ પટેલે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે રેસ્ટોરાંવાળાને મોટી સંખ્યામાં શોપિંગ ફેસ્ટીવલમાં જોડાવવાની અપીલ કરી હતી. આ બેઠક દરમિયાન રેસ્ટોરાંવાળાએ 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવા તૈયાર થઇ ગયા હોવાનું મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું.   
    
3. જ્વેલરી, કપડાં પર નવી સ્કીમ
કૌશિક પટેલ અને પ્રદિપસિંહ જાડેજાએ કાપડ,સોનીઓ અને સીજી રોડ, રીલીફ રોડ જેવા શહેરના મહત્વના રોડ પર દુકાન ધરાવતા વેપારી એસોસિએશનો સાથે બેઠક યોજી હતી. મંત્રી કૌશિક પટેલના જણાવ્યા પ્રમાણે તમામે અવનવી સ્કીમ રજૂ કરીને શોપિંગ ફેસ્ટિવલમાં આવતા લોકોને ડીસ્કાઉન્ટની ખાતરી આપી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી