સાઈબર ક્રાઈમ/ નોટબંધી પછી સાઈબર ક્રાઈમ 500% વધ્યો, RBIની બેન્કોને સિક્યુરિટી વધારવાની સુચના

DivyaBhaskar.com

Dec 08, 2018, 12:43 AM IST
after demonstration cyber crime will be increasing 500 parentage

અમદાવાદઃ આરબીઆઇએ તમામ બેંકોને તેના ગ્રાહકોના ડેટાને સિક્યોર કરવા માટે ટકોર કરી છે તેમજ તમામ બેંકોને 19 જાન્યુઆરી સુધીમાં સાઇબર સિક્યુરિટી વધારવા માટે સૂચન કર્યુ છે. અત્યાર સુધીમાં નોટબંધી બાદ 500 ટકા સાઇબર ક્રાઇમના ગુનામાં વધારો થયો છે. સાઇબર સિક્યુરિટી પર સૌથી ઓછો ખર્ચ કરતી કો- ઓપરેટિવ બેંકોને સમજ આપવા માટે એએમએમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો.

નોટબંધી બાદ સાઇબર ક્રાઇમમાં 500 ટકા વધારો થયો છે. જેને પગલે આરબીઆઇ દ્વારા દરેક બેંકને સાઇબર સિક્યુરિટી વધારવા માટે ઓક્ટોબરમાં ટકોર કરવામાં આવી હતી. જેમાં આરબીઆઇએ તમામ બેંકોને 19 જાન્યુઆરી સુધીમાં પોતાની સાઇબર સિક્યુરિટી વધારે ગ્રાહકોનો ડેટા સુરક્ષિત કરવા સૂચન કર્યું હતું. જેને પગલે અર્બન કો- ઓપરેટિવ બેંકને કોર બેંકિંગ સર્વિસ આપતી કંપની એક્યુટ ઇન્ફર્મેટિક્સ પ્રા. લિ. તથા સાઈબર સિક્યુરિટી સર્વિસીસ અને સોલ્યુશન્સ આપતી ‘વિસિક્યોકબેંક્સ’નામની બે કંપની એક સાથે એક પ્લેટર્ફોમ પર આવી અર્બન કો- ઓપરેટિવ બેંક માટે સાઇબર સિક્યુરિટીની સમજ આપતો સેમિનાર યોજ્યો હતો. જેમાં ગુજરાત અને રાજસ્થાનની મળીને 80 અર્બન કો- ઓપરેટિવ બેંકોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

વિશ્વસનીય વેબસાઈટનો જ ઉપયોગ કરવો

ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરવા માટે વિશ્વસનીય વેબસાઇટનો જ ઉપયોગ કરો. પીસીઆઇ સર્ટિફિકેટ ન હોય તે વેબ કે એપમાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ન વાપરવું જોઇએ. કોઇ એપ ડાઉનલોડ કરતા તેને જરૂર છે તે સિવાયનો ડેટા રિડ કરવાની પરમિશન ન આપો. સની વાઘેલા, એથિકલ હેકર અને વિસિક્યુયોરબેંકના ઓનર


સહકારી બેન્કો સાઈબર સિક્યુરિટીમાં પાછળ


એક્યુટ ઇન્ફર્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ‘કો- ઓપરેટિવ બેંક સાઇબર સિક્યુરિટીમાં સૌથી ઓછો ખર્ચ કરે છે. જેથી સાઇબર હુમલા વધે છે. અમે તેમને આના મહત્વ અને સર્વિસ અંગે સમજ આપીશું.’ જેથી ગ્રાહકોની સુરક્ષામાં વધારો કરી શકાય.

X
after demonstration cyber crime will be increasing 500 parentage
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી