પતંગ ઓચ્છવ / આજે 10થી 17 કિમીની ઝડપે પવન રહેશે જે પતંગ માટે શ્રેષ્ઠ કહેવાય

શહેરભરનાં બજારો પતંગરસિયાથી છલકાઈ ગયાં
શહેરભરનાં બજારો પતંગરસિયાથી છલકાઈ ગયાં
X
શહેરભરનાં બજારો પતંગરસિયાથી છલકાઈ ગયાંશહેરભરનાં બજારો પતંગરસિયાથી છલકાઈ ગયાં

  • અગાસી ભાડે આપવા ખાસ પેકેજ ઓફર કરાયા
  • લિજ્જતની જલેબી અને દાસનું ઉંધિયું, અન્ય 15 સેમ્પલ લેવાયા

Divyabhaskar.com

Jan 14, 2019, 03:22 AM IST
અમદાવાદ: ઉત્તરાયણને દિવસે 9થી 17 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે પતંગરસિયાઓને પતંગબાજીની મોજ કરાવશે. 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય છે. ઉત્તરાયણને દિવસે સવારનાં 8થી સાંજનાં 4 કલાક દરમિયાન  પવનની ગતિ 10થી 17 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ખાસ કરીને સવારનાં 10થી બપોરનાં 3 કલાક દરમિયાન પવનની ગતિ 12થી 17 કિ.મી.ની રહેવાની શક્યતા હોવાથી પતંગરસિયાને ઠુમકા મારીને દુખાડવા પડશે નહિ, તેમ હવામાન નિષ્ણાત જણાવી રહ્યાં છે. 

સવારે 8થી સાંજે 4 એકધાર્યો પવન રહેશે, બપોરે પણ ઠુમકા નહીં મારવા પડે

1. પતંગ-દોરી, જમવા સાથે એક વ્યક્તિનું 1500 પેકેજ
ખાડીયામાં ખાસ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં એક વ્યક્તિ દીઠ રૂ. 1500નું પેકેજ છે. વિદેશી મહેમાનો માટે રૂ. 2200. આ પેકેજમાં ઉંધીયુ-જલેબી, પુરી, લીલવા કચોરી, અનલિમિટેડ ચિક્કી અને પતંગ-દોરી આપવામાં આ‌શે. 
2. ચાઈનીઝ દોરી વેચતો વેપારી પકડાયો
મણિનગર રેલવે ક્રોસિંગ પાસે પતંગના વેપારીને ચાઈનીઝ દોરી આપવા આવેલા ગોમતીપુરના ઈરફાન બહેલીમની 17 હજારની કિંમતના 48 ટેલર સાથે ધરપકડ કરી હતી. શહેરમાં 20 કેસ થયા છે. 
3. આજે પવનની દિશા અને ગતિ
સમય પવનની ઝડપ દિશા
6થી 7 8/9 કિ.મી. ઉત્તર-પૂર્વ
7થી 8 9/11 કિ.મી. ઉત્તર-પૂર્વ
8થી 9 11/13 કિ.મી. ઉત્તર-પૂર્વ
9થી 10 13/16 કિ.મી. ઉત્તર-પૂર્વ
10થી 11 15/17 કિ.મી. પૂર્વ -ઉત્તર-પૂર્વ
11થી 12 16/17 કિ.મી. પૂર્વ - ઉત્તર- ઉત્તર
12થી 1 17 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ
1થી 2 15/17 કિ.મી.. પૂર્વ- ઉત્તર-પૂર્વ
2થી 3 14/16 કિ.મી. ઉત્તર-પૂર્વ
3થી 4 12/14 કિ.મી. ઉત્તર-પૂર્વ
4થી 5 10/12 કિ.મી. ઉત્તર-પૂર્વ
5થી 6 8/10 કિ.મી. પૂર્વ ઉત્તર-પૂર્વ
6થી 7 5/8 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ
4. દર ત્રણ કલાકે પવનની ઝડપ
સમય દર ત્રણ કલાક પવનની ઝડપ (પ્રતિ કલાક)
સવારે 6 થી 9 8થી  13 કિ.મી.
  9 થી 12 13 to 17 કિ.મી.
બપોરે 12 થી 3 13 to 17 કિ.મી.
સાંજે  3થી 6 8 to 14 કિ.મી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી