હરતું ફરતું જુગારધામ/ અમદાવાદમાં રિંગ રોડ પરથી લક્ઝરી બસમાં ચાલતું જુગાર રમતા પકડાયા

સાંઈ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી પોલીસે 16 જુગારીઓની 35 ઈગ્લિશ દારૂની બોટલ સાથે ધરપકડ કરી છે

DivyaBhaskar.com | Updated - Dec 08, 2018, 12:35 AM

*પોલીસે પૈસા, મોબાઈલ ફોન, બસ તેમ જ દારૂની 35 બોટલો સહિત 11.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

*બસમાં જુગાર રમાતો હવાની કોઇને શંકા ન જાય તે માટે બારી પર લાલ પડદા લગાવવામાં આવ્યા હતા

*બસમાં જુગાર રમવા માટે સીટો કાઢીને ગાદલા પાથરી દેવામાં આવ્યાં હતાં

અમદાવાદ: શહેરમાં પહેલી વાર લકઝરી બસમાં સીટો કાઢી તેની જગ્યાએ ગાદલાં પાથરીને ચાલતી બસમાં જુગાર રમાડાતો હતો. એસપી રિંગ રોડ પર સરખેજ સનાથલ સર્કલ પાસેથી પીસીબીએ બસમાં ચાલતુ જુગારધામ પકડી પાડ્યું છે. આ સાથે જુગારધામના સંચાલક, બસના ડ્રાઇવર-કંડકટર સહિત કુલ 18ને જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે પૈસા, મોબાઈલ ફોન તેમજ બસ સહિત કુલ રૂ.11.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.. જુગારની સાથે આ બસમાં દારૂ પણ પીરસતો હતો.


શાહીબાગ ગીરધરનગર આમ્રપાલી ફલેટમાં રહેતા મીત દિનેશભાઇ શાહે જુગાર રમાવડા માટે લકઝરી બસ ભાડે રાખી હોવાની માહિતી પીસીબીને મળી હતી. જેના આધારે પીએસઆઈ છત્રસિંહ ચુડાસમા સ્ટાફ સાથે શુક્રવારે સાંજે આ લકઝરી બસ સરખેજ સનાથળ સર્કલ પાસેથી પકડી પાડી હતી. આ બસમાં ડ્રાઇવર અને કંડકટર સહિત જુગાર રમતા 16 લોકો ઝડપાયા હતા. તેમની પાસેથી રોકડા રૂ.77,880, 16 મોબાઈલ ફોન, દારુની 35 બોટલો તેમજ લકઝરી બસ મળીને કુલ રૂ.11.19 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

આ અંગે પીસીબીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને 18 જુગારીને તપાસ માટે સરખેજ પોલીસને સોંપી દીધા હતા. જુગાર રમાડવા માટે મીતે આ લકઝરી બસ ભાડેથી રાખી હતી અને મેમ્બર આવી ગયા બાદ આ બસ એસપી રીંગ રોડ ઉપર ફરતી રહેતી હતી. મીતે 20 દિવસ પહેલા સાંઈ ટ્રાવેલ્સની લકઝરી બસ ભાડેથી રાખી હતી. મીત બસનું 1 કિલોમીટરનું રૂ.35 ભાડુ ચૂકવતો હતો.જુગારધામ ચાલતુ હતુ તે બસ સતત એસપી રીંગ રોડ ઉપર જ ફરતી રહેતી હતી.

મીતના પિતા વર્ષોથી જુગારધામ ચલાવતા

ગુજરાતમાં ફરતા જુગારધામની શરુઆત મીતના પિતા દિનેશભાઇ શાહ ઉર્ફે દીનશાએ કરી હતી. થોડા વર્ષો પહેલા દિનશા શહેરના 58 લોકોને જુગાર રમવા માટે ફલાઈટમાં હૈદરાબાદ લઇ ગયો હતો. ત્યાંની પોલીસે દરોડો પાડીને જુગારધામ પકડી પાડ્યુ હતુ.

પકડાયેલા જુગારીઓ

* મીત શાહ

* મધુર અગ્રવાલ

* નૈમેશ ઠકકર

* વિષ્ણુ બારોટ

* અશોક શાહ

* ભીખાજી સોલંકી
* રાજેશ કલાલ

* મોગજી પટેલ

* ભગવાનલાલ પટેલ

* મનોહર પટેલ
* નારાયણ પટેલ

* માનસિંહ રાવ

* ડાહ્યાભાઇ ખરાડી

* ભગવતી કલાલ

* શંકર કલાલ

*પીયૂષ પટેલ

* જિતેન્દ્ર પટેલ

* અનિલ બલવેરી

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App