તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરાઈવાડીમાં યુવકે માતા ગમતી હોવાથી પુત્રનું અપહરણ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરાઈવાડીમાં બિહારી પરિવારની મહિલાની સાથે લગ્નેત્તર સબંધ બાંધવાની માંગણી ન સંતોષાતા અન્ય તેમના ગામની નજીક રહેતો પુરુષ તેમના 3 વર્ષના પુત્રનું અપહરણ કરી ગયો હતો. અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મુળ બિહારના અને અમરાઈવાડીમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહી મજૂરી કરતાં જીવન નિશાદે નોંધાવેલી ફરિયાદ મુજબ તેના ગામની નજીકનો વતની દેવાનંદ મહતો જે રામોલમાં રહેતો હોઈ અવારનવાર તેના ઘરે તેની પત્નીને કહેતો હતો કે તારો પતિ કશુ કમાતો નથી મારી સાથે લગ્ન કરી લે. આ બાબતે પત્નીએ વાત કરતા જીવને નિશાદને ઠપકો આપતા તેણે ધમકી આપી હતી કે હું તારા છોકરાને ઉઠાવી જઈશ. દરમિયાન 14મીના રોજ જીવનના 3 વર્ષના પુત્રને ઉઠાવી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...