તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ એમેચ્યોર રેડિયો ડેની સેપ્ટ યુનિ. કેમ્પસમાં ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વમાં 18 એપ્રિલના રોજ વર્લ્ડ એમેચ્યોર રેડિયો ડે તરીકે મનાવવામાં આવે છે. તા. 11 થી 18 એપ્રિલ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના હેમ રેડીયો ઓપરેટર ભેગા મળીને આખું સપ્તાહ આ ડેની ઉજવણી કરી રહ્યાં છે. જેમાં સેપ્ટ યુનિ.નાં હઠ્ઠિસિંગ આર્ટ ગેલેરીમાં બાળકો માટે ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના હેમ દિનયાર કરાંજિયા, અધિર સૈયઢ, દિપક આશરા, કનુભાઇ પટેલ અને વિઠલભાઇ અજમેરા અને કુમુદબહેન અજમેરા ઉપસ્થિત રહીને બાળકોને હેમ રેડિયોની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...