તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીકાર્ડને લગતું કામ મોબાઈલ એપ મારફતે કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓમાં ચૂંટણીકાર્ડ અને પોતાના મતના મહત્વ અંગે જાગૃતિ લાવવા ‘વોટરઆઇ.ડી. અવેરનેસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઈલેકશન બ્રાંચના એડીશનલ કલેકટર ચેતન ગાંધી, આર. જે. સૌરભ તેમજ મામલતદારે હાજરી આપીને વિદ્યાર્થીઓને ચૂંટણીકાર્ડની ઉપયોગીતા વિશે સમજાવ્યું હતુ. ચૂંટણીકાર્ડ કઢાવવા માટે ઘણી લાંબી લાઇનમાં ઉભા રહેવું પડે છે, ચૂંટણીકાર્ડમાં નામનો સુધારો કરવા પણ ઘણો લાંબો સમય લાગી જાય છે, આવા પ્રશ્નનો નિકાલ લાવવા સરકારે ‘વોટર હેલ્પ લાઇન’ મોબાઈલ એપ વિકસાવી છે. જે વિશે ઈલેકશન બ્રાંચના એડીશનલ કલેકટર ચેતન ગાંધીએ વિદ્યાર્થીઓને મોબાઈલ એપના ઉપયોગ વિશે માહિતી આપી. તેમજ ચૂંટણીકાર્ડને લગતું કામ ઓફલાઈન કરતાં મોબાઈલ એપના મારફતે કરવા સલાહ પણ આપી.

CAMPUS
ઈનસાઈડર

અન્ય સમાચારો પણ છે...