તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Women With Ma Bed Degree Also Applied For 185 Fixed Salary Salary Of Rs 7200 In Anganwadi 055524

આંગણવાડીમાં રૂ.7200ના ફિક્સ પગારની 185 જગ્યા માટે MA, BEdની ડિગ્રી ધરાવતી યુવતીઓએ પણ અરજી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લાના નવ તાલુકામાં આંગણવાડી અને તેડાગર બહેનોની 185 જગ્યાઓ માટે કુલ 900થી વધુ અરજીઓ આવી છે. અરજીઓમાં એમએ અને બીએડની ડિગ્રી ધરાવતી યુવતીઓએ પણ અરજી કરી છે.

અરજીઓની સ્ક્રૂટિની સહિત તેમ જ મંજૂરી માટે સ્થાનિક પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને સીડીપીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આંગણવાડી કાર્યકરોને રૂપિયા 7200 અને તેડાગર બહેનોને 3600 ફિક્સ મહેનતાણું આપવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી જગ્યાઓ ખાલી હતી, પરંતુ સરકાર ભરતીની પ્રક્રિયા કરતી નહોતી. હાલ તાલુકા પ્રમાણે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરતી માટે તાલુકાના પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સીડીપીઓની કમિટી દ્વારા અરજીઓની સ્ક્રૂટિની કરવામાં આવશે અને ત્યાર બાદ અરજીને મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આ‌વશે તેમ જણાવતા જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્ય મનીષ મકવાણાએ કહ્યું હતું કે, સરકારે નિયત કરેલી લાયકાત મુજબ આંગણવાડી માટે ધોરણ 10 પાસ અને તેડાગર બહેનો માટે ધોરણ 7ની જોગવાઈ છે. આ લાયકાત છતાં અરજીઓમાં બીકોમ, બીએડ, એમએ, એમએ-બીએડ થયેલી યુવતીઓએ અરજી કરી છે. કોંગ્રેસના સભ્યે એવો આક્ષેપ કર્યો છે કે, જિલ્લામાં બેરોજગારોની સંખ્યા વધુ છે. હાલ 900 અરજી આવી છે, પરંતુ હજી સંખ્યા એક હજારને પાર કરી જશે.

આંગણવાડી માટે ધોરણ 10 અને તેડાગર માટે ધોરણ 7 પાસની જોગવાઈ છે
આંગણવાડી કાર્યકરોને રાજકીય કાર્યક્રમમાં જવું પડે છે: અરજદારો
અરજદારોનો આક્ષેપ છે કે, આંગણવાડી અને તેડાગર બહેનોને વિદ્યાર્થીલક્ષી કામગીરી ઓછી કરવાની હોય છે જ્યારે રાજકીય કાર્યક્રમમાં વધુ જવું પડે છે. કાર્યક્રમોમાં નહીં જનાર બહેનો સામે કડક કાર્યવાહી પણ થાય છે.

રાજકીય ઇશારે ભરતી કરાતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, સરકારના નિયમો માત્ર કાગળ પર રહે છે. રાજકીય ઇશારે ભરતી કરાય છે. સ્થાનિક વગદાર નેતાઓ ભરતીમાં સીધી ભલામણ કરતા યોગ્ય અરજદારો વંચિત રહી જાય છે.

તાલુકા પ્રમાણે જગ્યાઓ
તાલુકા આંગણવાડી તેડાગર અરજી

ધોળકા 15 10 300

બાવળા 5 9 70

સાણંદ(1) 6 10 95

સાણંદ(2) 6 5 50

વિરમગામ 7 12 100

માંડલ 6 15 54

ધંધુકા 6 15 54

દેત્રોજ 1 - 10

દસ્ક્રોઇ(1) 20 18 100

સિટી ગ્રામ્ય 9 8 91

અન્ય સમાચારો પણ છે...