• Gujarati News
  • National
  • Ahmedabad News Women Police Bail Canceled In Diamond Robbery Case In Bapunagar 055014

બાપુનગરમાં હીરા લૂંટ કેસમાં મહિલા પોલીસના જામીન રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાપુનગરમાં 6.71 લાખના હીરાની લૂંટ કરી ગોળીબાર કરનાર 2 આરોપીની મદદ કરનાર મહિલા પોલીસ કર્મચારી હરીણીબા સોલંકીની જામીન અરજી એડિ.સેશન્સ જજ પી.એમ.ઉનડકટે નામંજૂર કરી છે.

બાપુનગરમાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂ.6.71 લાખના હીરાના લઇને જતો હતો ત્યારે બાઇક પર આવેલા બે આરોપી તેની પાસેથી થેલો ઝૂંટવી લઇ બે રાઉન્ડ ગોળીબાર કર્યા હતાં. ગુનો કર્યા બાદ આરોપીઓએ તેમના ઓળખીતા અને લોકરક્ષક દળમાં ફરજ બજાવતા હરીણીબાને ફોન કરી મદદ માગતા તેમણે મદદ કરી હતી. આરોપીઓએ હોટલમાં સંતાડેલા લૂંટના હીરા અને પિસ્તોલ આરોપી મહિલા પોતાના કમરના ભાગે પટ્ટાથી બાંધીને લઇ આવી હતી.

નિકોલમાં ત્રણ નકલી પોલીસના જામીન રદ

નિકોલમાં નકલી પોલીસ બની વેપારી પાસેથી રૂ.2 લાખની લૂંટ કરનાર આરોપી વિશાલ ગોંડલિયા, મેગુલ જાદવ અને શૈલેન્દ્રસિંગ વાઘેલાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટના જજ માલવિકા પુરોહિતે ફગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...