તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Wives Are Also On The Field To Save The Reputation Of The Star Husband 054627

સ્ટાર પતિદેવોની શાખ બચાવવા પત્નીઓ પણ મેદાનમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ વખતે ભાજપ માટે ક્લિન સ્વીપની સંભાવનાઓ સામે સવાલ થઈ રહ્યા છે ત્યારે ટોચના નેતાઓ વધુને વધુ બેઠકો જીતવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે આ નેતાઓની પત્ની પણ પતિને મદદે છે.

ભાજપના પ્રમુખ અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહ ભલે જાહેરમાં પ્રચાર માટે ઓછા નીકળતા હોય પણ ગાંધીનગર બેઠક પર તેઓ પતિ માટે પોતાના સ્તરે પ્રચાર કરી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી રાજકોટમાં ભાજપ માટે સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે. જ્યારે વિપક્ષના નેતા અને અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના પત્ની વર્ષાબેન પણ પ્રચારસામગ્રીના વિતરણ સહિતની કામગીરીમાં સક્રિયપણે પાર્ટીની મદદ કરી રહ્યા છે.

ભાજપ પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી રૂપાણી તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણીનાં પત્ની પતિની પડખે
દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, આ તસવીરો પુરાવા છે
ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહના પત્ની સોનલબેન શાહ સ્થાનિક મહિલા અગ્રણીઓ સાથે.

રાજકોટમાં CM રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પ્રચારમાં.

અમરેલીમાં પરેશ ધાનાણીના પત્ની કોંગ્રેસની પ્રચાર સામગ્રીના વ્યવસ્થાપનમાં મદદ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...