તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News With Heavy Fog More Than 40 Flights To Ahmedabad Were Delayed By 1 To 5 Hours 025003

ભારે ધુમ્મસથી અમદાવાદની 40થી વધુ ફ્લાઈટ 1થી 5 કલાક મોડી પડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં સવારના સમયે ભારે ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે વિમાન સેવા ખોરવાઈ ગઈ હતી. અમદાવાદ આવતી જતી 40 ફ્લાઈટ્સ પણ 1થી 5 કલાક મોડી પડી હતી. જેમાં 13 ફ્લાઈટ્સ દિલ્હીની તેમજ 6 ફ્લાઈટ્સ બેંગલુરુની મોડી પડી હતી. જ્યારે શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે અમદાવાદથી શ્રીનગર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ રદ કરાઈ હતી.

રવિવારે અમદાવાદથી ભોપાલ, જયપુર અને શિરડીની સીધી ફ્લાઈટ : ભોપાલને તેમજ જયપુર અને શિરડીને જોડતી સીધી નોનસ્ટોપ ડેઈલી ફ્લાઈટ 6 જાન્યુઆરીથી સ્પાઈસ જેટ દ્વારા શરૂ કરાશે. શિરડીને પણ અમદાવાદ ઉપરાંત બેંગલુરુ, જયપુર અને ભોપાલ સાથે જોડવામાં આ‌વશે. જ્યારે અમદાવાદથી હૈદરાબાદ માટે વધારાની ફ્લાઈટ શરૂ કરશે. અમદાવાદથી ભોપાલ અને શિરડી ટ્રેન દ્વારા 12થી 13 કલાકનો સમય થાય છે.

આ ફ્લાઈટ 2થી 5 કલાક લેટ
એરલાઈન્સ ફ્લાઈટ કેટલી મોડી પડી

સ્પાઈસ જેટ દિલ્હી - અમદાવાદ 2.20 કલાક

સ્પાઈસ જેટ બેંગલુરુ - અમદાવાદ 3.40 કલાક

સ્પાઈસ જેટ જયપુર - અમદાવાદ 3.35 કલાક

ઇન્ડિગો હૈદરાબાદ - અમદાવાદ 5 કલાક

સ્પાઈસ જેટ ગોવા - અમદાવાદ 3.25 કલાક

ઇન્ડિગો બેંગલુરુ - અમદાવાદ 2.10 કલાક

સ્પાઈસ જેટ દુબઈ - અમદાવાદ 4.40 કલાક

સ્પાઈસ જેટ અમદાવાદ - દિલ્હી 2 કલાક

સ્પાઈસ જેટ અમદાવાદ - હૈદરાબાદ 2.17 કલાક

સ્પાઈસ જેટ અમદાવાદ - જયપુર 3.53 કલાક

સ્પાઈસ જેટ અમદાવાદ - ગોવા 2.35 કલાક

સ્પાઈસ જેટ અમદાવાદ - દુબઈ 4.55 કલાક

સ્પાઈસ જેટ અમદાવાદ - ચેન્નઈ 2.25 કલાક

ઇન્ડિગો અમદાવાદ - દિલ્હી 2 કલાક

ગો-એર બેંગલુરુ-અમદાવાદ 1.40 કલાક

અન્ય સમાચારો પણ છે...