...જ્યારે એક સાધુએ કોલસાથી ચિત્ર દોરી નામ આપ્યું ‘વાઘ-બકરી’ ચા!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કર બિઝનેસ ફોટો સીરિઝ | 1200 કરોડનું ટર્નઓવર, 11 રાજ્યો અને 40 દેશોમાં વ્યાપ ધરાવતું વાઘબકરી જૂથ

1500 કરોડનું ટર્નઓવર

{ 1.50 લાખ કિલો ચા રોજે રોજ પ્રોસેસ થાય છે

{2000થી પણ વધુ કપ ચાનું રોજ ટેસ્ટિંગ થાય છે

{4.2 કરોડ કિલો ચા વર્ષે તૈયાર થાય છે

{18 કરોડ ટી પેકેટ્સ તૈયાર કરાય છે

{40 દેશોમાં વાઘબકરી ચા નિકાસ થાય છે

{6 લાખ ટી-બેગ્સ રોજની તૈયાર થાય છે

{14000થી વધુ બગીચા માંથી ચા એકત્ર થાય છે

{7 ફ્લેવરની ચાના ટી બેગ્સ જે સ્ટેપલ ફ્રી

વાઘબકરી, મિલી, નવચેતન, ગૂડમોર્નિંગ બ્રાન્ડનામ હેઠળની ચાનું ઉત્પાદન કરી 1.5 ગ્રામથી 5 કિલોગ્રામના પાઉચ, કાર્ટન્સ, જાર અને ટી બેગ્સમાં પેક કરાય છે.


પરાગ દેસાઇ અને સભ્યો ટી ટેસ્ટિંગ કરવા પહોંચી જાય છે. ટી ટેસ્ટર 20-25 રકાબી ચાને જીભના ટેરવા ઉપર બે-ત્રણ સેકન્ડ રાખીને બહાર કાઢે છે.

CTC: કટ, ટ્વલ અને ક્રશ એમ ત્રણ પ્રોસેસ ઉપરાંત ચામાં રહેલા પેસ્ટીસાઇડ્સ અને આયર્નનું પ્રમાણ પણ બે પ્રકારે ચેક થાય છે.

... અને પછી માર્કેટ માટે તૈયાર

પછી અેનો સ્વાદ કેવો..

પહેલા ક્વાલિટી ચેક

સત્યાગ્રહ/સ્વતંત્રતાની લડાઇ માટે આફ્રીકા છોડી અમદાવાદ આવેલા નારણદાસ દેસાઇએ ચળવળની સાથે જૂના અમદાવાદમાં ચાની દુકાન ખોલી. એક સાધુએ રશિયન સર્કસના પોષ્ટર ઉપરથી એક ચિત્ર દોર્યું જેમાં એક પહેલવાન તેની આજુબાજુમાં વાઘ અને બકરી બન્નેને સાથે રાખીને ચા પીવડાવી રહ્યો છે. ચાને નામ અપાયું “વાઘબકરી ચા”! 1980માં પેકેટ ટીની શરૂઆત થઇ. 1994માં દરેક વિસ્તાર, રાજ્ય અને દેશની પસંદગી મુજબની ક્વોલિટીની ચા બનાવવા માટે ટી ગ્રેન્યુલ્સના બ્લેન્ડિંગ માટે અમદાવાદ નજીક 57000 ચો.મીટર વિસ્તારમાં ફેલાયેલા પ્લાન્ટની સ્થાપના કરાઇ. આજે 1700થી વધુ લોકોને સીધી અને આડકતરી રોજગારી પૂરી પાડતું અને રૂ. 1500 કરોડનું ટર્નઓવર ધરાવતું ગ્રૂપ 40 દેશોમાં નિકાસ કરે છે.
અન્ય સમાચારો પણ છે...