પાણી રે ભરાણાં ચોકમાં, કેમ કરી રમવા ગરબા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો આયોજકોના કહેવા પ્રમાણે તમારે રેઈન ડાન્સ કરવાનો શોખ હોય તો તમારા માટે વાયએમસીએ બેસ્ટ રહેશે. વાયએમસીએમાં પાણી અને કિચડ થયું હોવાથી અને આજે વરસાદ ન પડે તો પણ પાણીને ખાલી કરવામાં બે દિવસનો સમય લાગી શકે છે. આ સાથે આજુબાજુમાં પાણીની ગંદી સ્મેલ આવતી હોવાથી ખેલૈયાઓને તકલીફો વેઠવી પડે તેવું છે.

વરસાદના કારણે ગરબા રદ થશે તો ખેલૈયાઓને મળશે રિફંડ: કર્ણાવતી ક્લબ
છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી માહોલ છે તો બીજી તરફ દરેક જગ્યાએ નવરાત્રિની તૈયારીઓ પણ મોટા ભાગે થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં નવરાત્રિમાં વરસાદ પડશે કે નહી? શું આયોજકો ગરબાનું આયોજન કરશે? આપણે કેવી રીતે વરસાદમાં ગરબા રમીશું? કાલથી શરૂ થયેલા વરસાદે અમદાવાદીઓને આ સવાલો કરતા કરી દીધા છે ત્યારે સિટી ભાસ્કરે શહેરના રાજપથ, કર્ણાવતી, વાયએમસીએ અને ફ્રેન્ડ્સના ગરબાના સ્થળ કાન્તમ પાર્ટી પ્લોટમાં વરસાદ બાદ ગરબા થવાની શક્યતાઓ કેટલી છે તે અંગે સ્થળ પર જઈને અને આયોજકો તેમજ વેધર એક્સપર્ટ પાસેથી વરસાદના વિધ્ન, નવરાત્રિને કેટલા અંશે અસર કરશે તે વિશે સિટી ભાસ્કરે જાણ્યું હતું.

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ
વેધર રિપોર્ટ

3 ઓક્ટોબર સુધી રાજ્યમાં પડી શકે છે વરસાદ
રાજપથ
રાજપથ ક્લબમાં પણ પાણી ભરાવવાને કારણે આયોજકો પાણીમાં બેસી ગયા છે. રાજપથ દ્વારા પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ આજે જો વરસાદ પડશે તો રાજપથ બે દિવસ માટે ગરબા બંધ કરવાની તૈયારી દાખવી છે. આજે વરસાદ ન પડે તો પણ ગ્રાઉન્ડની પરિસ્થિતિ પ્રથમ દિવસ માટે બહુ ખરાબ છે.

વાયએમસીએ
વેધર એક્સપર્ટ અંકિત પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સર્જાઈ રહ્યું છે જેની અસર હેઠળ અમદાવાદ સહિત 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં પણ 1 ઓક્ટોબર સુધી વરસાદ પડશે તેવું હવામાન વિભાગ અને વેધર એક્સપર્ટ પાસેથી જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે નવરાત્રિના આગલા દિવસે, પ્રથમ દિવસે અને ત્યાર બાદ બીજા નોરતાના દિવસે વરસાદ પડવાની સંભાવનાઓ છે. જે જોતા વરસાદ પડશે તો 9 દિવસની નવરાત્રિમાં 5 દિવસ સુધી ગરબાનું આયોજન રદ્દ થવાની શક્યતાઓ રહેલી છે.

શું છે અત્યારે ગ્રાઉન્ડની પરિસ્થિતિ?
કર્ણાવતી ક્લબ
કર્ણાવતી ક્લબમાં પ્રવેશતા જ ગ્રાઉન્ડમાં પાણી ભરેલું છે.પાણી જમીનમાં ઉતરતુ હોવાથી ખેલૈયાઓઓ સ્લીપ થવાની શક્યાઓ વધી જાય છે.આ સાથે આજુબાજુમાં પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ખેલૈયાઓને પરેશાન કરી શકે છે.

ફ્રેન્ડ્સ ગરબા
આયોજકો પાસે નથી એવી કોઇ સુવિધા જેનાથી ગરબા ગ્રાઉન્ડમાં ભરાયેલા વરસાદી પાણીને તાત્કાલિક ખાલી કરીને ગરબા ફરીથી શરૂ કરી શકાય.
સૌથી ખરાબ હાલત ફ્રેન્ડ્સના ગરબાના આયોજન સ્થળ એટલે ‘કાન્તમ પાર્ટી પ્લોટ’ની છે. આ સ્થળ પર ઢીંચણસમા પાણી ભરાયેલા છે. બીજુ કે પાર્ટી પ્લોટ મેનેજન્ટ પાસે પાણીનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ પાણી આજે વરસાદ ન પડે તો પણ ખાલી કરવામાં બે કે ત્રણ દિવસ લાગી શકે છે. આથી ફ્રેન્ડ્સના ગરબા ભગવાન ભરોસે છે.

સ્પોન્સરો ખસી જતાં આયોજકો ચિંતામાં મૂકાઇ ગયા છે
હવામાન વિભાગની અને હાલ અમદાવાદમાં પડી રહેલા વરસાદને લીધે આયોજકોની ચિંતા વધારી દીધી છે. નવરાત્રિના સ્પોન્સરો વરસાદને પગલે સ્પોન્સરશિપ પાછી ખેચી રહ્યાં છે. ગતવર્ષની સરખામણીએ આ વર્ષે સ્પોન્સરશિપના અભાવે ઘણા ગરબાઓ કેન્સલ થઈ રહ્યાં છે. શહેરના સ્પોર્ટ્સ ક્લબમાં 28મીથી ગરબા કોમ્પિટિશન યોજાવાની હતી પરંતુ વરસાદને પગલે આ આયોજન રદ્દ કરવામાં આવ્યું છે. આ સાથે મ્યુઝિક બેન્ડ, લાઇટ ડેકોરેશન વાળાઓને આયોજકોએ આપેલું એડવાન્સ પેમેન્ટ પણ જવાનો ડર લાગી રહ્યો છે.

શું કહે છે, ગરબાના આયોજકો

કર્ણાવતી ક્લબ : વરસાદ પડે તો ગરબા રદ
 જો વરસાદ પડે અને ગ્રાઉન્ડમાં પાણી વધારે ભરાય જાય તો અમે ગરબા રદ કરીશુ. આ કિસ્સામાં જે લોકોએ પાસ લીધા હશે તેમને અમે રિફંડ આપીશું. ગઇકાલે કમિટીની મિટિંગમાં નક્કી કરાયું છે કે, જો ગરબા રદ્ થશે તો અમે પાસ લેનારને રિફંડ આપીશું. પાસ પણ ગરબાના દિવસે આપીશું. -અમરીશ પટેલ, ઈવેન્ટ કમિટી મેમ્બર

ફ્રેન્ડ્સ ગરબા : બાકીના દિવસોમાં યોજીશું
 ત્રીજા નોરતા પર ફ્રેન્ડ્સના ગરબા કાન્તમ પાર્ટી પ્લોટમાં છે પંરતુ જે રીતે હાલ વરસાદ પડી રહ્યો છે ત્યારે જો ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલુ હશે તો રદ કરીને અન્ય બાકીના દિવસોમાં આયોજન કરીશુ. આ સાથે ગુજરાત સરકારને પણ જો વરસાદ વધારે પડશે તો અમે ગરબા બે દિવસ વધારવાની અપીલ કરીશુ. -ચિરંજીવ પટેલ, આયોજક

રાજપથ : પાસના પૈસા રિફંડ આપીશું
 28મીએ શહેરમાં વરસાદચાલુ રહશે તો અમે 29 અને 30મીએ ગ્રાઉન્ડમાં પાણી ખાલી કરવા માટે ગરબા બંધ રાખીશુ. અમારી પાસે પાણી ઝડપથી કાઢી શકાય તેવી કોઈ સિસ્ટમ નથી એટલે ગ્રાઉન્ડ કોરુ કરવામાં સમય લાગશે. પહેલા અને બીજા દિવસે વરસાદ પડશે તો ખેલૈયાઓએ પાસના પૈસા રિફંડ આપીશુ.-મનિષ શાહ, ઈવેન્ટ ચેરપર્સન

આજે ક્યા સ્થળે રદ્દ થયા પ્રિ-નવરાત્રિ ગરબા
લૅવિશ ગ્રીન, નિર્વાણા

સ્પોર્ટ્સ ક્લબ (ગરબા કોમ્પિટિશન)

ચંચલબાગ પાર્ટી પ્લોટ

રાજપથ ક્લબ

બાગબાન પાર્ટી પ્લોટ

સંગાથ પાર્ટી પ્લોટ

અન્ય સમાચારો પણ છે...