તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એચ.એ.ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

ગુજરાત લોં સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ., એન.સી.સી., અને એચ.એ. ગાંધીયન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મતદાન સંદર્ભે જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. અમદાવાદનાં સી.જી. રોડ ઉપરના ચાર રસ્તા ઉપર શહેરના નગરજનોની અવર જવર દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ લોકોને અવેર કર્યા હતા. જેમાં તેમને મતદાન સંદર્ભનું સાહિત્ય આપીને, સ્ટીકર ચોંટાડીને મત આપવાની અપીલ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાવેલા પ્લે કાર્ડ્સ ઉપર વોટ આપવાનો સંદેશ આપ્યો હતો.

લગભગ ૨૫૦૦ કરતા પણ વધુ મતદાતા ઓને વોટ આપવાની અપીલ કરી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ કહ્યું હતુ કે, લોકશાહી દેશમાં ચુંટણી ઉત્સવ સમાન હોય છે તેમજ મતાધિકાર એ લોકશાહીની સર્વશ્રેષ્ઠ ભેટ છે. આ પ્રકારના અન્ય કાર્યક્રમો દ્વારા એચ.એ. કોલેજ દ્વારા અત્યાર સુધી હજારો મતદાતાઓને વિવિધ કાર્યક્રમો દ્વારા માતાધિકારનું મહત્વ સમજાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...