તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિઝીબિલીટી 1 કિમી કરતા પણ ઘટી ગઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ શહેરમાં ધૂળિયા વાતાવરણને પગલે પ્રદૂષણમાં અતિગંભીર વધારો નોંધાયો હતો. શહેરના ઈતિહાસમાં પહેલી વખત મંગળવારે એર કવોલીટી ઈન્ડેક્સ 517 જેટલો સિવીયર નોંધાયો છે જે દિલ્હી જેવા પ્રદૂષિત શહેર કરતા પણ ત્રણ ગણો વધારે છે. દિલ્હીનો એર કવોલીટી ઈન્ડેકસ 163 નોંધાયો હતો. વિઝિબિલિટી પણ 1 કિમીથી ઓછી રહી હતી.

પાંચ વિસ્તારો જેમાં નવરંગપુરા, રાયખડ, બોપલ, પીરાણા અને ચાંદખેડામાં પણ ધૂળના કારણે હવા ખૂબ જ પ્રદૂષિત બની હતી. આ તમામ વિસ્તારોમાં લોકોને ઘરની બહાર નહીં નીકળવા ચેતવણી જાહેર કરવામાં આવી હતી. હજુ પણ આવતીકાલે પણ હવા પ્રદૂષિત રહેશે તેવી એડવાઈઝરી એર કવોલીટી ઈન્ડેક્સ આપતી સંસ્થા સફરે જારી કરી છે. ધૂળના કારણે વિઝીબિલીટી ઘટી જતા મંગળવારે બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન રોડ પર ચાલકોને ઉભા રહી જવાની ફરજ પડી હતી. જો કે, વરસાદ પડતા ધૂળિયા વાતાવરણથી હાશકારો અનુભવાયો હતો.

તમામ લોકો માટે હેલ્થ એડવાઈઝરી જારી કરાઈ
ખુલ્લા વાતાવરણમાં કરવામાં આવતી તમામ પ્રવૃતિઓ કરવાનુ ટાળવુ

છાતીમાં દુ:ખાવો, શ્વાસમાં તકલીફ જણાય તો તાત્કાલિક ડોકટરને કન્સલ્ટ કરવા ઘરની તમામ બારીઓ બંધ રાખવી ફેફસા તથા હ્દયની બિમારી, નાના બાળકોએ ઘરની બહાર નીકળવાનુ ટાળવુ

અેર ક્વોલિટી ઈન્ડેક્સ
517
અમદાવાદ

593
નવરંગપુરા

652
પીરાણા

206
રખીયાલ

695
રાયખડ

744
ચાંદખેડા

408
બોપલ

177
સેટેલાઈટ

249
અેરપોર્ટ

706
લેખવાડા

829
ગિફ્ટસીટી

અન્ય સમાચારો પણ છે...