વિશ્વરાજ સુગરનો 60 કરોડનો SME IPO 30 સપ્ટેમ્બરે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
11000 ટન પ્રતિદિનની શેરડી પિલાણ ક્ષમતા અને શુદ્ધ સ્પિરિટ, એક્સ્ટ્રા ન્યૂટ્રલ સ્પિરિટ, ઇન્ડિયન મેઇડ લિકર વિનેગાર વગેરે ઉત્પાદન કરતાં વિશ્વરાજ સુગર ઇન્ડસ્ટ્રીઝ લિ. તા. 30 સપ્ટેમ્બરના રોજ એસએમઇ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેરદીઠ રૂ. 55-60ની પ્રાઇસ બેન્ડ ધરાવતા શેર્સનો આઇપીઓ તા. 4થી ઓક્ટોબરે બંધ થશે. કંપનીના શેર્સ એનએસઇ ઇમર્જ અને બીએસઇના એસએમઇ પ્લેટફોર્મ ખાતે લિસ્ટેડ થશે. સૂચિત ઇશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ કંપની કાર્યકારી મૂડીજરૂરિયાતો સંતોષવા માટે કરશે. કંપનીએ નાણાકીય વર્ષ 19માં રૂા.307.87 કરોડના વેચાણ પર રૂા.19.39 કરોડનો કરવેરા પૂર્વેનો ઑપરેટિંગ નફો પ્રાપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...