SGVPમાં 6થી 15 એપ્રિલ સુધી વચનામૃત અનુષ્ઠાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે, સા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, પાર્ષદ શ્રી રામજી ભક્તોની આગેવાની નીચે, વચનામૃત દ્વિ શતાબ્દી અંતર્ગત આગામી 6થી 15 એપ્રિલ દરમિયાન સાંજે વચનામૃત અનુષ્ઠાનનાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 200 ઉપરાંત હરિભક્તો જોડાશે.

ત્યારે અનુષ્ઠાનનાં ભાગ લેતા તમામ હરિ ભક્તોને મરી, અજમો, જીરું, સિંધાલૂણ મિશ્રિત લીંબડો રસ આપવામાં આવશે. આ રસ પીવાથી ડાયાબિટીસ, ચામડીનાં રોગો, આંતરડાની રોગો, શરદી, તાવ, ઉધરસ, મચ્છર કરડવાથી થતા તમામ રોગો અટકાવી શકાય છે. SGVP જોગી સ્વામી લોજિસ્ટિક હોસ્પિટલમાં સેવા આપનાર વૈદરાજ પ્રવીણભાઇ હિરપરાના જણાવ્યા નુસાર ચૈત્ર માસમાં લીમડાના ફૂલનો રસ આરોગ્યપ્રદ હોય છે. લીમડાના કરમટિયાની રસ કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન છે. વહેલી સવારે લીંબડીના રસીનું પાન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચૈત્ર માસના પ્રથમ દિવસ 6 એપ્રિલથી એક માસ પર્યંત મરી, અજમો, જીરું, સિંધાલૂણ મિશ્રિત લીંબડાના 200 લિટર રસ દરરોજ દર્શનાર્થીઓની વહેલી સવારે મેમનગર ગુરુકુળમાં તેમજ છારોડી અેસજીવીપી ગુરુકુળમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...