તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IIMA-CIIE અને IIT રૂરકીના સ્ટુડન્ટ્સનું વેન્ચર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જ્યોતિ ઝાલા cbamdavad@gmail.com

IIM અમદાવાદ CIIE -સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ એન્ત્રોપ્રોનરશીપના સ્ટુડન્ટ મીકુલ પટેલ અને IIT રૂરકીના એલ્યુમની સ્ટુડન્ટ રાહુલ રતન મીરધા દ્વારા મૂડકેફે નામનું સ્ટાર્ટ અપ ડેવલોપ કરવામાં આવ્યું છે. પૂનમ માલપની અને હેલી પટેલ પણ આ વેન્ચરમાં કો-ફાઉન્ડિંગ સાયકોલોજિસ્ટ અને ડિઝાઇનર છે.

મૂડકેફેના કો-ફાઉન્ડર મીકુલ જયારે IIT રૂરકીમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમને ક્લોસ ફ્રેન્ડની સ્યુસાઇડ નોટ વાંચ્યો. તે સમયે પોતે પણ ડિપ્રેશનમાં હતા આ ઘટનાના કારણે તેમને મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે કામ કરવાનો ટ્રીગર પોઇન્ટ મળ્યો. ઍન્ક્ઝાઈટી અને ડિપ્રેશન જેવા પ્રોબ્લેમ્સ માટે આ પ્લેટફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

2015માં ફ્રેન્ડની સ્યુસાઇડ નોટ વાંચી મેન્ટલ હેલ્થને ધ્યાનમાં રાખીને સ્ટાર્ટ અપ શરુ કર્યું
મૂડકેફેના સોલ્યુશન્સ| એનોનીમસ ચેટ, ઓનલાઇન કાઉન્સેલિંગ અને વર્કશોપ્સ
પ્રશ્ન : મૂડકેફે શું છે? તે મેન્ટલ હેલ્થ ઈમ્પ્રુવમેન્ટ માટે શું સોલ્યુશન આપે છે?

moodcafe.in એ ઓનલાઇન પ્લેટફોર્મ છે. જ્યાં એનોનીમસ ચેટ, ઓનલાઇન કાઉન્સેલિંગ અને વર્કશોપ્સ દ્વારા મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે કામ કરાય છે.

એનોનીમસ ચેટ કઈ રીતે કામ કરે છે?

ટ્રેઈન્ડ વોલિન્ટિયર લિસનર્સ તમારી કોઈ પણ માહિતી પૂછ્યા વગર તમારી સાથે ચેટ કરશે. આ વોલિન્ટિયર્સ સાયકોલોજીસ્ટ દ્વારા તૈયાર કરાયેલ ટેસ્ટ પાસ કરે તો જ તેમને ટ્રેઇનિંગમાં મોકલવામાં આવે છે. અને ટ્રેઇનિંગ આપ્યા બાદ વોલિન્ટિયર્સ સિલેક્ટ થાય છે. મેનેજમેન્ટના કેટલાક ઇન્ટર્ન્સ પણ આ ટેસ્ટ પાસ નહોતા કરી શક્યા. અત્યારે મૂડકેફે પાસે 60 ઉપરાંત વોલિન્ટિયર્સ છે.

ઓનલાઇન કાઉન્સેલિંગ કઈ રીતે થશે?

એક્સપર્ટ સાયકોલોજિસ્ટ્સ જોડે તમે કોલ ,વિડીયો કોલ અથવા મિટિંગ ફિક્સ કરીને વાત કરી શકો છો.

વર્કશોપ કેવી રીતે કંડક્ટ કરી શકાય છે?

તમારી કોર્પોરેટ કંપની, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અથવા અન્ય ગ્રુપ્સમાં કંપેટેટીવ એન્વાર્યમેન્ટ, રિલેશનશિપ મેનેજમેન્ટ, ડિફિકલ્ટ કમ્યુનિકેશન જેવા જરૂરિયાત પ્રમાણેના વર્કશોપ્સ માટે મૂડકેફે જોડે કોલાબ્રેશન કરી શકાય છે.

ટ્રેઇનિંગ લઇ રહેલા વોલિન્ટિયર્સ

હું અને મારા ફ્રેન્ડ્સ સતત એનક્શિયસ રહેતા હતા
મીકુલ પટેલ, કો-ફાઉન્ડર, મૂડકેફે

 IITની કટથ્રોટ કોમ્પિટિશનમાં હું અને મારી આસપાસના સ્ટુડન્ટ્સ સતત એનક્શિયસ રહેતા હતા.શરૂઆતમાં મેં આ બધી ઘટનાઓથી પ્રભાવિત થઈને વોલિન્ટિયરલી હેલ્પ કરવાની શરૂ કરી.પણ પછી મને તેમાંથી સ્ટાર્ટ અપ કરવાનો આઈડિયા આવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો