ઝાયડસ કેડિલા બ્લડ પ્રેશરની દવાને USFDAની મંજૂરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી| અમદાવાદ સ્થિત ડ્રગ કંપની ઝાયડસ કેડિલાની હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરતી ક્લોર્થાલિડોન દવાને અમેરિકી આરોગ્ય રેગ્યુલેટરે લીલી ઝંડી બતાવી છે. ઝાયડસ કેડિલાએ યુનાઈટેડ સ્ટેટ્સ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) પાસેથી 25 એમજી અને 50 એમજીની ક્લોર્થાલિડોલ દવાને મંજૂરી મેળવી છે. જેનો ઉપયોગ હાઈપર ટેન્શન દૂર કરવા થાય છે. તેમજ કોન્ગેસ્ટીવ હાર્ટ ફેઈલિયર, લિવર-કિડની ડિસઓર્ડર તથા એસ્ટ્રોજનથી પીડિતોનો એડિમા દૂર કરવામાં પણ મદદરૂપ બનશે. ઝાયડસે કુલ 350ડ્રગ એપ્લિકેશન રજૂ કરી હતી. જેમાંથી 266ને મંજૂરી મળી ચૂકી છે. યુએસએફડીએ દ્વારા સત્તાવાર મંજૂરી મળી જવાના કારણે આગામી સમયમાં વેચાણને ઝડપી વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...