તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14મી સુધીમાં કરો UGC ફોર્મમાં સુધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) તરફથી યુજીસી નેટ માટે ભરાયેલા એપ્લિકેશન ફોર્મમાં સુધારાની પ્રોસેસ સોમવારથી શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારોએ યુજીસી નેટ માટે એપ્લાય કર્યું છે અને જો તેઓ પોતાની એપ્લિકેશનમાં કોઈ સુધારો કરવા માંગે છે તો એનટીએની અધિકૃત વેબસાઈટ પર જઈને સુધારો કરી શકે છે. એનટીએની આ પ્રોસેસ 14 એપ્રિલ સુધી ચાલશે. તે સાથે એ સૂચનો પણ અપાયા છે કે જો કોઈ પણ ઉમેદવાર બે ફોર્મ ભરશે તે રદ કરાશે. આ એક્ઝામ 20થી 24 જુન અને 28 જુનના રોજ લેવાશે. નેટનું પેપર બે પાળીમાં લેવાશે. પ્રત્યેક પાળીમાં એક્ઝામ 3 કલાકની રહેશે. સવારની શિફ્ટ સવારે 9.30 વાગ્યાથી 12.30 સુધી ચાલશે. જ્યારે બીજી પાળીની એક્ઝામ બપોરે 2.30થી 5.30 સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...