તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

FMCG, IT,મેટલ, ઓઇલ શેર્સમાં સાર્વત્રિક સુધારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બીએસઇ સેન્સેક્સ આજે 173 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યો હતો. પરંતુ 25 મિનિટમાં સુધારો ધોવાઇ જવા સાથે 355 પોઇન્ટ નરમ થઇ ગયો હતો. જે પાછળથી સતત સુધારાની ચાલમાં ઇન્ટ્રા-ડે 2130 પોઇન્ટ સુધરી 30148 પોઇન્ટ થઇ ગયો હતો અને છેલ્લે આગલાં બંધની સરખામણીએ 1627.73 પોઇન્ટના સુધારા સાથે 29000 પોઇન્ટનો પ્રથમ પડાવ ક્રોસ કરી 29915.96 પોઇન્ટ બંધ રહ્યો હતો. જે ઘટ્યા મથાળેથી 1983 પોઇન્ટનો સુધારો દર્શાવે છે. સેન્સેક્સની સાથે સાથે એફએમસીજી, હેલ્થકેર, આઇટી, ટેલિકોમ, ઓટો, બેન્ક, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ્સ, ઓઇલ, પાવર, રિયાલ્ટી, ટેકનોલોજી, સ્મોલકેપ તેમજ મિડકેપ સેગ્મેન્ટમાં સંગીન સુધારાની ચાલ રહી હતી. જેના કારણે રોકાણકારોની મૂડીમાં પણ રૂ. 6.32 લાખ કરોડની વૃદ્ધિ રહી હતી. આજે મોટાભાગના વર્ગોની બ્લૂચીપ સ્ટોક્સમાં પ્રત્યેક ઘટાડે વેલ્યૂ બાઇંગની સ્થિતિ રહી હતી.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ ઇન્ટ્રા-ડે 8900 પોઇન્ટની નજીક 8883 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે 482 પોઇન્ટના સુધારા સાથે 8745.45 પોઇન્ટ બંધ
રહ્યો હતો.

સેન્સેક્સ પેકની સ્થિતિ: રૂ. 5 ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 24 માર્ચ છે. શેર આજે રૂ. 11.35 (18.58 ટકાના ઊછાળા સાથે રૂ. 72.45ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 28 સ્ક્રીપ્સ સુધરીને બંધ રહી હતી. તે પૈકી અલ્ટ્રાટેક 13.01 ટકા, એચયુએલ 11.75 ટકા, રિલાયન્સ 11.24 ટકા, TCS 9.90 ટકા, તાતા સ્ટીલ 9.60 ટકા સાથે અગ્રેસર રહ્યા હતા. HDFC બેન્ક 1.39 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્ક 0.88 ટકા ઘટીને રહ્યા હતા.

નિફ્ટી માટે 8888ની સપાટી જળવાય તે જરૂરી: ટેકનિકલી નિફ્ટી માટે 8888 પોઇન્ટની સપાટી જળવાઇ રહે તે જરૂરી છે. ત્યારબાદ 9200 પોઇન્ટ અને 9600 પોઇન્ટ સુધી સુધરી શકે છે. નિફ્ટી માટે નજીકની ટેકાની સપાટીઓ 8200 અને 7800 પોઇન્ટની ગણાવાય છે.

ઇકોનોમિક સપોર્ટ પ્લાન્સ પાછળ વૈશ્વિક શેરબજારો પણ ઉછળ્યા

વિશ્વની સેન્ટ્રલ બેન્કોએ કોરોના વાયરસથી થયેલા આર્થિક નુકસાનમાંથી ઉગારવા માટે જાહેર કરેલા રાહત પેકેજિસના કારણે વૈશ્વિક શેરબજારોમાં પણ સેન્ટિમેન્ટ સુધારાનું રહેવા સાથે હોંગકોંગ, કુઆલાલમ્પુરમાં પાંચ ટકા જ્યારે સિઓલ સ્ટોક એક્સચેન્જમાં સાત ટકાનો ઉછાળો રહ્યો હતો. મનીલા 3.4 ટકા, સાંઘાઇ, સિંગાપોર અને જાકાર્તામાં એક ટકા ઉપરાંત સુધારો રહ્યો હતો.

દિવસ દરમિયાન 2500 પોઇન્ટની અફરા-તફરીના અંતે સેન્સેક્સમાં 1628 પોઇન્ટનો સુધારો

સ્મોલકેપમાં બીગ જમ્પ

કંપની બંધ સુધારો

જીએમએમ 2288.55 20.00

જ્યુબિલન્ટ ફુડ 1466.80 19.45

એસ્કોર્ટ્સ 675.20 17.73

માઇન્ડટ્રી 848.30 17.62

ઓઇલ શેર્સમાં ઊકળાટ

કંપની બંધ સુધારો

ઓએનજીસી 72.45 18.58%

ગેઇલ 80.90 16.49%

રિલાયન્સ 1020.20 11.24%

એચપીસીએલ 209.25 9.73%

RILમાં 103નો ઉછાળો , ઇન્ડેક્સ કોન્ટ્રિબ્યૂશનમાં ઓએનજીસી આગળ!


ડેટ્ ફંડોમાં કડાકા પછી પાછી ફરી સ્થિરતા

રિલાયન્સ આજે રૂ. 103.10ના ઉછાળા સાથે રૂ. 1000ની સપાટી પરત મેળવવા સાથે રૂ. 1020.20 બંધ રહ્યો હતો. જેના પગલે ઓઇલ ઇન્ડેક્સ 847.04 પોઇન્ટ (9.05 ટકા) ઉછળી 10205.07 પોઇન્ટ બંધ રહ્યો હતો. જોકે, ઇન્ડેક્સના સુધારામાં ઓએનજીસીનો હિસ્સો સૌથી વધુ 212.32 પોઇન્ટનો રહ્યો હતો. જ્યારે રિલાયન્સનો હિસ્સો 194.26 પોઇન્ટનો રહ્યો હતો.

ડેટ ફંડ્સ ઉપર અને કોરોના વાયરસના કારણે ઇક્વિટી ફંડ્સ પ્રેશર હેઠળ રહ્યા છે. તેમ છતાં કેટલાક ફંડોની કામગીરી બેન્ચમાર્ક કરતાં સારી રહી છે જેમાં ICICI પ્રૂડન્સિયલ સહિત કેટલાંક ફંડ્સ ડબલ ડિજિટ રિટર્ન ધરાવતા હોવાનું અર્થલાભ ડોટકોમે જણાવ્યું છે. આઇપ્રૂના એમડી નિમેશ શાહે જણાવ્યું કે શોર્ટ ટર્મ ફંડમાં છ મહિનામાં 9.68 ટકાનું તો એક વર્ષમાં 10.68 ટકાનું રિટર્ન, મિડિયમ ટર્મ બોન્ડ ફંડમાં મધ્યમ મુદ્તમાં 12.92 ટકા રિટર્ન જોવાયું હતું.

6.32 લાખ કરોડનો વધારો થયો રોકાણકારોની મૂડીમાં

2130 પોઇન્ટનો ઇન્ટ્રા-ડે સુધારો, ઘટ્યા મથાળેથી 1983 સુધર્યો


173 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યો, પણ 355 પોઇન્ટ ઘટ્યો

આજે પણ ઘટ્યા મથાળેથી 1983 પોઇન્ટનો સુધારો

4853 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો 34769ની સાપ્તાહિક ટોચથી

3202 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો 26714 પોઇન્ટના તળીયેથી

4187 સાપ્તાહિક ઘટાડો નોંધાવી 29916 પોઇન્ટ બંધ રહ્યો


સેન્સેક્સમાં 4853 પોઇન્ટની સાપ્તાહિક સાપ-સીડી
અન્ય સમાચારો પણ છે...