મદદ માગવાના બહાને બે યુવકો રિક્ષામાં બેસાડી મહિલાનાં દાગીના પડાવી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થલતેજમાં રહેતી મહિલાને 500 રૂપિયાનું બંડલ બતાવી 100ની મદદ માગવાના બહાને બે ગઠિયાઓએ રિક્ષામાં બેસાડી પકવાન નજીક તેમના ગળામાંથી મંગળસૂત્ર અને સોનાની બુટ્ટી પડાવી લીધા હતા. આ અંગે વસ્ત્રાપુરમાં પોલીસ ફરિયાદ થઈ છે.

થલતેજ હરિદર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં સુંદરબહેન માંગીલાલ સાલ્વી શનિવારે સવારે 11.30 વાગ્યે બોડકદેવ નીલમ પાર્સ સોસાયટીમાં પોતાના કામ અર્થે જતા હતા, ત્યારે રસ્તામાં એક યુવાને તેમને રોકીને કહ્યું હતુ કે મારાથી શો રૂમમાં કામ કરતાં ટીવી તૂટી ગયુ છે. મારા માલિકે મને બહુ માર્યો છે અને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. જેથી હું ત્યાંથી 500 નું બંડલ લઇને ભાગી આવ્યો છું, તેમ કહીને કાળા રંગના કવરમાં બંડલ બતાવ્યુ હતુ. ત્યારબાદ 100 રૂપિયાની મદદ કરવાની વાત કરી હતી. પરંતુ સુંદરબહેને ના પાડી દીધી હતી અને ત્યાંથી ચાલવા લાગ્યા હતા.

જેથી બીજા એક યુવાને સુંદરબહેનને રોકીને કહ્યું હતુ કે યુવકની મદદ કરવાનું કહ્યું હતું અને તે બંને યુવકોએ પકવાન ચાર રસ્તાથી સુંદરબહેનને રિક્ષામાં બેસાડીને અતિથિ હોટેલ નજીક લઇ જઈ તેમના દાગીના રૂમાલમાં મૂકીને તેની પોટલી બનાવી હતી અને તે પોટલી સુંદરબહેનને હાથમાં આપીને કહ્યું હતુ કે થોડી વાર પછી આ પોટલી ખોલજો. જેથી સુંદરબહેને તે પોટલી ખોલીને જોતું તો તેમાં દાગીના ન હતા.

અન્ય સમાચારો પણ છે...