તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટૂ-વ્હિલર ડિલર્સ : 100 કરોડના વાહનો વણવેચાયેલા રહી જશે!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ઇન્ડસ્ટ્રીઝને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. મંદીના માહોલ વચ્ચે ટુ-વ્હિલર્સમાં પણ બીએસ-6ના વાહનોનો અમલ એપ્રિલથી ફરજિયાતપણે શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે જુના વાહનો (બીએસ-4)ના સ્ટોક ખાલી કરવા ડિલર્સો માટે કડી પરીક્ષા થઇ રહી છે. 20 દિવસ પણ બાકી રહ્યાં નથી ત્યારે ગુજરાતમાં હજુ બીએસ-4 ટુ-વ્હિલર્સનો સરેરાશ 45-50 હજાર વાહનોનો સ્ટોક છે. માર્ચ અંત સુધીમાં 30 હજાર વાહનોનું વેચાણ થાય તો પણ અંદાજે 15 હજાર વાહનો વણવેચાયેલા રહી જશે જેની કિંમત સરેરાશ 100 કરોડથી વધુની છે. આવા સંજોગોમાં ટુ-વ્હિલર્સના ડિલર્સોને મોટા પાયે નુકસાનીની ભીતિ સેવાય રહી છે.

ગુજરાતમાં સતત બીજા વર્ષે ટુ-વ્હીલર્સના વેચાણોમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2018-19માં 14.75 લાખ યુનિટ્સનું વેચાણ થયું હતું. તેની સામે 2017-18માં આશરે 17 લાખ યુનિટ્સનું વેચાણ થયું હતું. ચાલુ વર્ષાન્તે પણ વેચાણો ઘટી 12.50 લાખ યનિટ્સ આસપાસ રહેવાની ધારણા હોવાનું ગુજરાતમાં સ્થપાયેલા રાજ્યકક્ષાના ટુ-વ્હિલર્સ ડીલર એસોસિયેશને જણાવ્યું છે. અસ્થિર અર્થતંત્ર, 28 ટકા જીએસટી અને પાંચ વર્ષના ઇન્સ્યોરન્સના નિયમના કારણે ગ્રાહકોના માથે નવું વાહન ખરીદવાનો ખર્ચ વધ્યો છે. તેના કારણે વાહન ખરીદી મોંઘી થઇ છે. નેગેટિવ ઇફેક્ટ એ પણ થઇ છે કે રાજ્યમાં સાતથી આઠ ડિલરશીપના શટર પડી ગયા છે. લિક્વિડિટીની અછતની સીધી અસર ટુ-વ્હિલરના વેચાણ પર જોવા મળી રહી છે. ટુ-વ્હિલર્સની કિંમતમાં સરેરાશ 15-17 ટકા જેટલો વધારો થઇ ચૂક્યો છે જેની અસર આગામી વર્ષે પણ વેચાણ પર જોવા મળશે. અગ્રણી ડિલર્સોના મતે 2020-21ના પહેલા ક્વાર્ટરમાં સરેરાશ 20 ટકાનો ડિ-ગ્રોથ જોવા મળી શકે છે.

ઓટો ડિલર્સનું કહેવું છે કે અત્યારે ઓનલાઇનના જમાનામાં આરટીઓ 31 માર્ચના બદલે 25 માર્ચ સુધી જ રજિસ્ટ્રેશનની અરજીઓ સ્વીકારશે તેવું જણાવી રહ્યાં છે. 25 તારીખ પછી બીએસ-4ના વાહનોનું રજિસ્ટ્રેશન થઇ શકશે નહિં આવા અહેવાલના કારણે ડિલર્સોમાં ગભરાટ ફેલાયો છે. ઓનલાઇન ફોર્મ સબમીશન થઇ રહ્યું છે તો શા માટે 31 માર્ચ સુધી રજિસ્ટ્રેશન નહિં તેવો સવાલ ડિલર્સો કરી રહ્યાં છે. ગ્રાહકોને મોટા ભાગના મોડલમાં સરેરાશ 5000-20000નું જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે એટલું જ નહિં ઉત્તરગુજરાતમાં હિંમતનગર ખાતે તો એક સાથે એક ફ્રીની ઓફર પણ આપવામાં આવી રહી છે.જોકે, ભલે બીએસ-6ની કિંમત વધુ હોય ગ્રાહકોને નવી પોલિસી મુજબ ખરીદીમાં ઉત્સાહ છે.

લોન રિજેક્શનનું પ્રમાણ વધી 15 ટકાએ પહોંચ્યું

અર્થતંત્રમાં મંદીની સ્થિતિના કારણે અનેક ગ્રાહકોનો ફાઇનાન્શિયલ રેકોર્ડ પણ ખરાબ થઇ રહ્યો છે અને સિબિલ સ્કોર નબળો હોવાના કારણે ગ્રાહકોની લોનની અરજી નામંજૂર કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ છ-સાત ટકા ગ્રાહકોની લોન નામંજૂર થતી હતી તે હાલમાં વધીને 15 ટકા પર પહોંચી છે.

20000 સુધી ડિસ્કાઉન્ટ

ટુ-વ્હિલર્સ માટે બીએસ-4 ના વેચાણ માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ડિલર્સો દ્વારા સ્ટોક ખાલી કરવા માટે આકર્ષક ડિસ્કાઉન્ટની ઓફર શરૂ થઇ ચૂકી છે. મોટા ભાગના મોડલ પર સરેરાશ રૂ.5000થી માંડી 20000 સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જંગી ડિસ્કાઉન્ટ છતાં ગ્રાહકો દ્વારા બીએસ-4ની ખરીદીમાં ઉત્સાહ જણાતો નથી.

બેઝિક મોડલ કિંમતમાં રૂ.12000 સુધી વધારો


બીએસ-4ની તુલનાએ બીએસ-6ના બેઝીક મોડલની કિંમતમાં સરેરાશ 8000-12000 સુધીનો વધારો આવ્યો છે જેની અસર ઓટો ઇન્ડસ્ટ્રીઝ પર દેખાશે. સુપ્રિમના પ્રતિબંધના આદેશ છતાં અમુક કંપનીઓએ ફેબ્રુઆરી અંત સુધી બીએસ-4 વાહનોનું ઉત્પાદન ચાલુ રાખ્યું હતું. મોટી માત્રામાં જુનો સ્ટોક બાકી રહ્યો છે. > અમીત પટેલ, આશીષ ઓટો વર્લ્ડ.


પ્રિમિયમ સેગમેન્ટમાં વેચાણ ગ્રોથ નેગેટિવ


કોઇ પણ સેક્ટરમાં પ્રિમિયમ સેગમેન્ટમાં ગુજરાતમાં અસર નહિંવત્ પડે છે પરંતુ ઓટો સેગમેન્ટમાં ખાસકરીને ટુ-વ્હિલરમાં બીએસ-6ના નિયમોના કારણે કિંમતોમાં થયેલા વધારા ઉપરાંત ઇન્સ્યોરન્સની કિંમતો 30 ટકા જેટલી વઘી જવાના કારણે ડિ-ગ્રોથ રહ્યો છે. માર્કેટ સેન્ટીમેન્ટ હજુ
ખરાબ છે.> સમીર દત્તા,
કારવી મોટર્સ

માર્કેટ એટ અ ેગ્લાન્સ

{ 45000થી વધુ બીએસ-4 વાહનો વણવેચાયેલા, અંત સુધીમાં 15000 વાહનોનો સ્ટોક રહી જશે

{ 5000-20000 રૂપિયા સુધી બીએસ-4 વાહનો પર ડિસ્કાઉન્ટની ઓફરો

{ મંદીને કારણે 10 ટકા રોજગારી છીનવાઈ, ડિલર્સ નેટવર્કને અવળી અસર

{ ગુજરાતમાં ટુ-વ્હિલર વેચાણમાં સતત બીજા વર્ષે 14 ટકાથી વધુનો ઘટાડો

{ બીએસ-6 મોડલ આવતા કિંમત સરેરાશ 10 ટકાથી વધુ વધી, વેચાણને અસર થશે

{ 30 ટકા સરેરાશ ઇન્સ્યોરન્સની કિંમતમાં વધારો થવાની પણ ઇન્ડસ્ટ્રીઝને અસર

રોજગારીમાં 10 ટકા ઘટાડો નોંધાયો

ગુજરાતમાં 300થી વધુ ડિલર્સ છે. તો કુલ 25000 લોકોને સીધી રોજગારી પૂરી પાડે છે. 2017-18 સુધી દર વર્ષે રોજગારી સર્જનમાં આશરે 15 ટકાની વૃદ્ધિ થતી હતી પરંતુ છેલ્લાં એક વર્ષમાં લગભગ દસ ટકા રોજગારી ઘટી છે. નોકરી છોડી જતાં લોકોની જગ્યાએ નવા કર્મચારીની ભરતી અટકી ગઇ છે. સમગ્ર દેશમાં ટુ-વ્હિલર અને ફોર-વ્હિલરની લગભગ 250 ડીલરશીપ બંધ થઇ ગઇ છે અને ગુજરાતમાં પણ સાત-આઠ ડીલરશીપ અને તેમની 30-40 જેટલી
બ્રાન્ચ બંધ થઇ છે.

BS-6 પેટ્રોલ લિટર દીઠ રૂ.2 મોંઘું

બીએસ-4માં વપરાતા પેટ્રોલની તુલનાએ બીએસ-6માં વપરાતું પેટ્રોલ અલગ આવે છે. આ બન્ને પેટ્રોલમાં લિટર દીઠ સરેરાશ રૂ.2નો ફરક છે. બીએસ-6માં વપરાતું પેટ્રોલ મોંઘુ છે. અત્યારે પેટ્રોલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે પરંતુ તેનાથી બીએસ-6ના પેટ્રોલની
કિંમત કે તેના વેચાણ પર હાલ કોઇ જ પોઝિટીવ અસર
જોવા નહિં મળે.

સરકાર સત્વરે સ્ક્રેપિંગ પોલિસી રજૂ કરે

ગુજરાત સરકારને ટુ-વ્હિલરના વેચાણ પર વાર્ષિક ધોરણે સરેરાશ 2500 કરોડથી વધુની જીએસટી આવક છે ત્યારે આ સેક્ટરને વેગ આપવા માટે સ્ક્રેપિંગ પોલિસી રજૂ કરે તે જરૂરી છે. જેના કારણે નવા વાહનોની ખરીદી પર ગ્રાહકોને લાભ મળે, સેક્ટરમાં બેરોજગારીનું પ્રમાણ ઘટે, એક્સિડેન્ટની સંખ્યા ઘટવા સાથે પ્રદુષણ ઘટી જશે. > પ્રણવ શાહ, ચેરમેન- ટુ-વ્હિલર્સ ડીલર એસોસિએશન.

ઓટો ઇન્ડસ્ટ્રીઝને પડતા પર પાટું...

ગુજરાતમાં ટૂ-વ્હિલર વેચાણમાં બીજા વર્ષે 14 ટકાથી વધુનો ઘટાડો

ટુ-વ્હિલર્સ વેચાણની સ્થિતિ

વિગત 2018-19 2019-20 તફાવત

ઓક્ટો.-19 122067 122722 +1%

નવે.-19 140072 109534 -22%

ડિસે.-19 120101 87214 -27%

જાન્યુ.-20 90417 75094 -17%

આરટીઓ અને સરકારના નિયમોમાં સામ્યતા નથી, ડિલર્સો પરેશાન

સુપ્રિમ કોર્ટના 31 માર્ચ સુધી બીએસ-4 વાહનોના વેચાણની છુટ આપી છે ત્યારે આરટીઓ દ્વારા 25 માર્ચ રજીસ્ટ્રેશન માટે અંતીમ તારીખ આપવામાં આવી છે. 25 તારીખ પછી બીએસ-4ના વાહનોનું રજિસ્ટ્રેશન થઇ શકશે નહિં જેના કારણે મુશ્કેલી વધી છે.

BS-4 કરતા BS-6 માટેનું પેટ્રોલ સરેરાશ લિટર દીઠ રૂ.2 મોંઘું

15000થી વધુ વાહનો વણવેચાયેલા રહી જશે તેવો ઇન્ડસ્ટ્રીઝનો મત

12.50 લાખ ટુ-વ્હિલર્સનું વેચાણ થયું, ગત વર્ષે 14.75 લાખ હતું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો