• Gujarati News
  • National
  • Ahmedabad News Two Robes Of Gold Were Stolen Including Two Such Women In The Guise Of A Customer 055005

ગ્રાહકના સ્વાંગમાં આવી બે મહિલા સહિત ત્રણ ગઠિયા સોનાના બે ડોકિયાં ચોરી ગયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણીપની એક જ્વેલર્સ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી 2 મહિલા અને 1 પુરુષ દુકાનમાલિક તેમજ સ્ટાફના માણસોની નજર ચૂકવીને 80 હજારના સોનાના 2 ડોકિયા ચોરી ગયા હતા. વેપારીએ સ્ટોક ચેક કરતા 2 ડોકિયા ઓછા જણાતા સીસીટીવી ચેક કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

રાણીપ ગાયત્રી મંદિર પાસેની બાલારામ સોસાયટીમાં રહેતા મુકેશ સોની નેમિનાથ સોસાયટી વિભાગ - 2 સામે આશાપુરા જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. 8 ફેબ્રુઆરીએ સાંજે 6.45 વાગ્યે મુકેશભાઇ તેમનો દીકરો રાઘવ અને કર્મચારી કલ્પેશ દુકાનમાં હાજર હતા, ત્યારે ગ્રાહકોની ઘણી ભીડ હતી. ત્યારે 2 મહિલા અને 1 પુરુષ ગ્રાહક બનીને આવ્યા હતા. તેમણે સોનાના ડોકિયા ખરીદવાની વાત કરી હતી, જેથી કલ્પેશ તેમને ડોકિયા બતાવી રહ્યો હતો.

દરમિયાન મુકેશભાઇને કલ્પેશનું કામ પડતા તેમણે તેમને બોલાવ્યા હતા, તે સમયે બે મહિલાએ નજર ચૂકવીને ડોકિયા સેરવી લીધા હતા. ત્યારબાદ ડિઝાઇન ગમતી નથી, તેવું કહીને દુકાનમાંથી જતા રહ્યા હતા. મુકેશભાઈએ આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ત્રણેયે ઘાટલોડિયામાં પણ સોનાની ચેઇન ચોરી

ઘાટલોડિયા પ્રભાતચોક શ્રીકુંજ સોસાયટીમાં રહેતા શૈલેષકુમાર સેવંતીલાલ શાહ શાસ્ત્રીનગર શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્ષમાં આરાસુરી જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. તેમની દુકાનમાં મંગળવારે બપોરે 4.45 વાગ્યે 2 સ્ત્રી અને 1 પુરુષ સોનાની ચેઈન ખરીદવાના બહાને આવ્યા હતા. તે ત્રણેય જણાં શૈલેષકુમાર શાહની નજર ચૂકવી દુકાનમાંથી રૂ.80 હજારની કિંમતની સોનાની ચેઈન ચોરી ગયા હતા. આ અંગે શૈલેષકુમારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

_photocaption_બે મહિલા નજર ચૂકવી ચોરી કરી રહી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...