તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Two Munis Taking 50 Thousand Bribe To Open The Plot Officer Arrested 024706

પ્લોટ ખુલ્લો કરાવવા 50 હજાર લાંચ લેતાં બે મ્યુનિ. અધિકારી ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.ના બે અધિકારીને એસીબીએ એક પ્લોટ ખુલ્લો કરી કબજો અપાવવા 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા.

વટવામાં એક પ્લોટની માલિકી ધરાવતી એક વ્યક્તિને આ પ્લોટ પર થયેલા દાવા અને હુકમોમાંથી છુટકારો મેળવી પ્લોટની માલિકી હકો લેવાના હતા. આ માટે તેમણે કોર્પોરેશનની કચેરીમાં સંપર્ક કરતા તેમને સર્વેયર મુકેશ પરમાર (ચાંદખેડા) મળ્યા હતા. ત્યારબાદ નાગરિકને ટીપી સ્કીમના એસ્ટેટ ઈન્સ્પેકટર વર્ગ-2 મયંક મિસ્ત્રી (નારણપુરા) પણ મળ્યા હતા. બંને અધિકારી પાસે પ્લોટની કામગીરી થતી હોવાથી તેમણે નાગરિકને તેમનો પ્લોટ ખુલ્લો કરી કબજો આપવા 50 હજાર લાંચ માગી હતી, જે અંગે એસીબીમાં ફરિયાદ કરાતા ગોઠવાયેલા છટકામાં બંનેને ઝડપી લેવાયા હતા.

મયંક મિસ્ત્રી

મુકેશ પરમાર

અઠવાડિયામાં 3 અધિકારી પકડાયા
કોર્પોરેશનના કુલ ત્રણ અધિકારી છેલ્લા ત્રણ દિવસમાં લાંચ લેતા પકડાયા છે. ગત શનિવારે કોર્પોરેશનના નારણપુરા, પશ્ચિમ ઝોન સબ ઝોનલ ઓફિસના વિવિધલક્ષી આરોગ્ય કાર્યકર રેણુકા પટેલ એક નાગરિકની પુત્રીના લગ્નનું પ્રમાણપત્ર આપવા માટે રૂ. 200ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. તેના એક જ દિવસ બાદ સોમવારે વધુ બે 50 હજારની લાંચ લેતા પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...