તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા મેનેજરને ધમકી આપતાં ઝોમેટોના 2 કર્મચારીની ધરપકડ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કમિશનના પૈસા બાબતે ઝઘડો થતાં ઝોમેટો કંપનીએ 2 ડિલિવરી બોયને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તે બંનેએ ઓફિસમાં જઇને મહિલા મેનેજર સાથે ઝઘડો કરી તેને પણ નોકરી ન કરવા દેવાની ધમકી આપી હતી. આ અંગે મેનેજરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

23મીએ રાતે 2 થી 3 કલાક માટે નેટ બંધ થવાથી એપ્લિકેશન હેંગ થઇ જતા ઝોમેટોના એક પણ બોય ડિલિવરી કરી શક્યા ન હતા. જેથી તેમને કમિશનનું નુકસાન થયું હતું.જેથી 24મીએ ઝોમેટોના ડિલિવરી બોય હડતાલ ઉપર ઉતરી ગયા હતા. જેથી ઝોમાટોના અમદાવાદના લોજિસ્ટિક મેનેજર બજીગાબહેન સઈદ સહિતના અધિકારીઓએ ડિલિવરી બોયને નુકસાનની રકમ પગારમાં ઉમેરીને આપવાની વાત કરી હતી. જેથી કર્મચારીઓ સંમત થઇ ગયા હતા અને કામ શરૂ કરી દીધું હતું. પરંતુ ભાવેશ રબારી અને બળદેવ દેસાઇએ ત્રણ કલાકનું વળતર અત્યારે જ આપો તેવી ડિમાન્ડ કરી હતી. આટલું જ નહીં ડિલિવરી બોય પ્રકાશ કલાલને ડ્રાઈવ સિનેમા પાસે રોકી 2-3 લાફા મારીને ઓર્ડર લઇશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પ્રકાશે ઓફિસમાં ફરિયાદ કરતાં ભાવેશ અને બળદેવને નોકરીમાંથી છૂટા કરવા ફોન કરીને ઓફિસે બોલાવ્યા પણ તે આવ્યા નહીં. જેથી સોમવારે બપોરે બજીગાબહેનને તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાની જાણ કરી હતી. જેથી તે બંને ઉશ્કેરાઇ બજીગાબહેન સાથે ઝઘડો કરી તેમને ધમકી આપી હતી કે અમે પણ જોઇએ છે કે તમે કેવી રીતે કંપની ચલાવો છો અને નોકરી કરો છો. તેમ કહી મારવાની ધમકી આપી હતી.

બજીગાબહેને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી દેતા વસ્ત્રાપુર પોલીસ આવી પહોંચી હતી. આ અંગે બજીગાબહેનની ફરિયાદના આધારે પોલીસે ભાવેશ રબારી અને બળદેવ દેસાઇની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો