તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના 2 લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

સાતમી માર્ચથી શરૂ થઈ રહેલી પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સેકેન્ડરી અને હાઈ સેકેન્ડરી શિક્ષણ બોર્ડે પરીક્ષા કેન્દ્રો અને ધોરણ પ્રમાણે પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સંખ્યા જાહેર કરી છે, જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 2,02,108 વિદ્યાર્થીઓ ધો.10 અને 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સમગ્ર ગુજરાતમાં 5 લાખ જેટલા તો અમદાવાદમાં 42 હજાર વિદ્યાર્થીઓનો વધારો થયો છે.

રાજ્યમાં ધો. 10માં 11,59,762 વિદ્યાર્થીઓ, ધો. 12 સામાન્ય પ્રવાહમાં 5,33,626 વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રવાહમાં 1,47,302 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા છે. ધો. 10માં સૌથી વધારે વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરમાંથી પરીક્ષામાં બેસશે, જ્યારે સૌથી ઓછા 1317 વિદ્યાર્થીઓ દીવમાં નોંધાયા છે.

જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછા 310 વિદ્યાર્થીઓ ડાંગ અને આહવામાં અને સૌથી વધારે 17,229 વિદ્યાર્થીઓ સુરતથી નોંધાયા છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછા 4,415 વિદ્યાર્થીઓ નર્મદા જિલ્લામાં જ્યારે સૌથી વધારે 50,885 વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાંથી રજીસ્ટર્ડ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો