તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકાઉન્ટન્ટ પાસેથી 1 લાખ ભરેલી બેગ લૂંટી બે ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | નારોલમાં બેગમાં 1 લાખ લઇને જતા એકાઉન્ટન્ટ પાસેથી બે લુંટારુઓ લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. વેપારીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં લૂંટારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નારોલ પાસે પલ્સર પર આવેલા લુટારુએ બેગ ખેંચતા એકાઉન્ટન્ટ નીચે પટકાયા
શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલી મંગલમ સોસાયટીમાં રહેતા ઇંદ્રવદન નગીન પટેલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ઇંદ્રવદનભાઇ તેમની નોકરીના વ્યવહારના કામ માટે મણિનગરમાં આવેલી એક્સિસ બેંકમાં ગયા હતા. ત્યાથી રૂપિયા 1 લાખ ઉપાડ્યા બાદ તેમની બેગમાં મુકી તેઓ તેમની ઓફિસ પરત જતા હતા.ત્યારે નારોલ પાસે પલ્સર પર આવેલા બે લુંટારુઓ ઇંદ્રવદનભાઇની પૈસા ભરેલી ભેગ ખેંચીને ભાગી ગયા છે.

લુંટારૂઓએ બેગ ખેચતી ઇંદ્રવદનભાઇનું બેલેન્સ બાઇક પરથી બગડતા તેઓ જમીન પર પડકાયા હતા. જેમાં તેમને સામન્ય ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...