તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Two Arrested Persons Including Ca Who Created Gujarat Raira39s Bogus Website 024621

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત રેરાની બોગસ વેબસાઈટ બનાવનારા CA સહિત બે ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરેરા (ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી)ના નામથી બોગસ વેબસાઈટ બનાવી બિલ્ડરો, પ્રમોટરો પાસથી ધંધાકીય ફાયદો મેળવતા એક કન્સલ્ટન્ટ અને વેબસાઈટ બનાવનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી છે.

ગત જાન્યુઆરીમાં બિલ્ડરો અને રિયલ એસ્ટેટના પ્રમોટરોને ગુજરેરાના સરકારી ઈ-મેલ આઈડી જેવા ઈ-મેઈલથી તેમની રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. આ અંગે ગુજરેરાના અધિકારી મયૂર શાહે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં પીઆઈ વી.બી.બારડ તથા પીએસઆઈ ડી.જે.જાડેજાએ ટેક્નિકલ પુરાવાઓ એકત્ર કરી મીઠાખળીમાં ઈન્દ્રપુરી એપાર્ટમેન્ટમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જયેશ લખવાણી તથા મૂળ ગોંડલ જિલ્લાના મિતુલ ઠક્કરની ધરપકડ કરી હતી. જયેશે આ બોગસ ડોમેઈન બનાવી રૂ.30 હજારમાં મિતુલ ઠક્કરને વેચી દીધી હતી.

ડોમેઈનનો ઉપયોગ પૈસા કમાવવા થતો હતો
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી મિતુલ ઠક્કર મૂળ ગોંડલ જિલ્લાનો છે અને હાલમાં સીજી રોડ પાછળ આકાર-2 તથા રાજકોટમાં ગોંડલ રોડ પર શિવાલિક-7માં ડિજિટલ સિગ્નેચરની કન્સલ્ટન્સીનું કામ કરે છે. તેણે બોગસ વેબસાઈટ અને ઈ-મેલનો પોતાના ધંધામાં ક્લાયન્ટ મેળવવા, પૈસા કમાવવા ગુજરેરાના નામનો ઉપયોગ માટે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો