તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Turmeric Shake Best Option With Wheat Dal For Gaining Strength For Kite 055059

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતંગબાજી માટે તાકાત મેળવા ઘઉં-દાળનો ખીચડો સાથે હળદરનું શાક બેસ્ટ ઓપ્શન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉ ત્તરાયણમાં પતંગ ચગાવાની સાથે હેલ્ધી તેમાં પણ હાઈ પ્રોટીન ફૂડ ખાવાની મજા હોય છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે લોકો તહેવારનાં દિવસે સાતધાનનો ખીચડો બનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ તહેવારનાં દિવસે કેટલાક ઘરોમાં ઉંધીયા સિવાય ટ્રેડિશનલ ડિશ તૈયાર કરવામાં આવતી હોય છે. જેમાં તીખો અન ગળયો ખીચડો, હળદરનું શાક અને તેની સાથે તલની ચિક્કી અને રોટલી ક્યા તો પુરી સર્વ કરી શકાય છે. સિટીની ફૂડ બ્લોગર અભિનિષા આશરા અને તેમની સાસુ બીના આશરા દર ઉત્તરાયણ પર સાથે મળીને ટ્રેડિશનલ ખીચડો બનાવે છે. જ્યારે બીજી તરફ બીવીઝ કિચનનાં શેફ મુકેશ ચૌધરીએ વિન્ટર અને તહેવારને ધ્યાનમાં રાખીને હળદરનું શાક સાથે મહેમાનોને સર્વ કરી શકાય તેવું પાન મોક્ટેલ તૈયાર કર્યું છે. શેફ મુકેશ ચૌધરીએ જણાવ્યું કે, ઠંડીની ઋતુમાં પુરતા પ્રમાણમાં વિટામિન્સ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેડ લેવા જરૂરી. હળદર એન્ટીબાયોટીક ગણાય છે જે માટે હલ્દીની સબ્જીનું ફ્યુઝન કર્યું છે.

ગળ્યો અને તીખો ખિચડો બનાવાની રીત
ગળ્યો કે તીખો ખિચડો બનાવવા માટે રાતભર ઘઉં અને દાળને પલાડીને રાખો. ત્યારબાદ સવારે પાણી નિકાળી એક પેનમાં ઘી લઈ તેમાં લીલું લસણ અને મરચા નાખી તેમાં મસાલો કરી તીખો ખિચડો સર્વ કરો. જ્યારે ગળ્યો ખિચડામાં ગોળ,ડ્રાય ફ્રૂટ ઉમેરી તેમાં ઘીનો વઘાર કરો. ખીચડો ખાવાથી પાચન શક્તિ સારી થાય છે અને શરીરમાં તાકાત મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો