• Gujarati News
  • National
  • Ahmedabad News Trump Claims That 50 To 70 Million People Will Be Welcomed At The Road Show Say The Mayor 50 Thousand Will Be Present 055120

ટ્રમ્પનો દાવો હતો કે, રોડ-શોમાં 50થી 70 લાખ લોકો સ્વાગત કરશે, મેયર કહે છે, 50 હજાર હાજર રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 22 કિલોમીટર લાંબા રોડ-શોમાં વિવિધ ધર્મના 50 હજાર લોકો વિશેષ પહેરવેશમાં સ્વાગત કરશે તેવી માહિતી મેયર બિજલ પટેલે આપી છે. જો કે, 12 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખે એવો દાવો કર્યો હતો કે, એરપોર્ટથી સ્ટેડિયમ સુધી તેમના સ્વાગત માટે 50થી 70 લાખ લોકો હાજર રહેશે.

મેયર બિજલ પટેલે શુક્રવારે શહેરના વિવિધ ધર્મ, જ્ઞાતિના આગેવાનો, એનજીઓ સહિતના 300થી વધારે પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. તમામ પ્રતિનિધિઓએ અભિવાદન માટેના રોડ શોમાં તેમની સાથે 500 થી 2000 જેટલા લોકો લાવવા ખાતરી આપી હતી. મ્યુનિ. રોડ-શોમાં આવનારી પ્રત્યેક સંસ્થાને ઊભા રહેવા ચોક્કસ જગ્યા ફાળવશે અને જરૂર હશે તો સ્ટેજ પણ બનાવી આપશે. જે સંસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ દર્શાવવા માગતી હોય તેને જરૂરી સુવિધા પૂરી પડાશે.

અમદાવાદમાં અમેરિકા

અહીં પાર્કિંગ વ્યવસ્થા કરાશે

{ સ્ટેડિયમ સામે ભીખાભાઇ ઠાકોરના પ્લોટમાં

{ અચેર ક્રિકેટ ગ્રાઉન્ડ, અચેર ડેપો

{ લક્ષ્મીનગરની બાજુમાં

{ વિશ્વકર્મા કોલેજની બાજુમાં

{ ઓએનજીસી સર્કલ પાસે આવેલા 4 પ્લોટમાં

{ વૃંદાવન પર્લ પાસે 4 પ્લોટમાં

{ સાબરમતી રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ

_photocaption_અમેરિકી પ્રમુખની મુલાકાત પૂર્વે મોટેરા સ્ટેડિયમ અને આજુબાજુના વિસ્તારોમાં ફોગિંગ કરાયું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...