• Gujarati News
  • National
  • Ahmedabad News Trend Slowdown Between Narrow Fluctuations And Decreased Volumes 054653

સાંકડી વધઘટ અને ઘટેલા વોલ્યૂમ વચ્ચે ટ્રેન્ડ મંદીનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સળંગ આઠમા દિવસે પણ ભારતીય શેરબજારોમાં પીછેહટ જારી રહેવા સાથે બીએસઇ સેન્સેક્સ આજે વધુ 95.92 પોઇન્ટ ઘટી 37462.99 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે 37500 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી ટેકાની સપાટી ગુમાવી ચૂક્યો છે. જ્યારે નિફ્ટી 22.90 પોઇન્ટના ઘટાડા સાથે 11300ની સપાટી તોડી 11278.90 પોઇન્ટ બંધ રહ્યો હતો. સતત ઘટી રહેલા વોલ્યૂમ અને વધઘટ વચ્ચે એફએમસીજી, આઇટી, ટેકનોલોજી, મેટલ, ઓઇલ અને ટેકનોલોજી શેર્સમાં ઘટાડો ઘેરો બન્યો હતો. જ્યારે ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સ્મોલ-મિડકેપમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સળંગ આઠ દિવસની મંદીની ચાલમાં સેન્સેક્સે 1604 પોઇન્ટ ગુમાવ્યા છે.

માર્કેટ મુખ્યત્વે ત્રણ પરીબળોના કારણે અવઢવની સ્થિતિમાં છે. અમેરીકાએ 200 અબજ ડોલરની ડ્યુટી લાદી હોવાના અહેવાલો છતાં ચીન સહિત અન્ય એશિયાઇ શેરબજારોમાં સુધારાનો ટ્રેન્ડ રહ્યો હતો. ઘરઆંગણે કોર્પોરેટ ઇન્ડિયાની મિક્સ કામગીરી અને લોકસભા ચૂંટણી પરીણામો અંગે મિક્સ ટોનના કારણે માર્કેટમાંથી સામાન્ય રોકાણકારો પ્રોફીટ બુકિંગ કરી રહ્યા છે. વિદેશી નાણાકીય સંસ્થાઓ પણ ફરી વેચવાલ બની છે. તેના કારણે પણ માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાઇ રહ્યું છે.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2652 પૈકી 1212 (45.70 ટકા) સ્ક્રીપ્સ સુધરવા સામે 1274 (48.04 ટકા) સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હોવા છતાં ઘટાડો એટલો ઘેરો નથી.

સ્ટેટ બેન્ક 3 ટકા ઊછળ્યો: બેન્કે માર્ચ ક્વાર્ટર તેમજ વર્ષાન્ત માટે ખોટ સામે નફો નોંધાવ્યો હોવાના અહેવાલો પાછળ સ્ટેટ બેન્ક આજે 2.94 ટકા સુધારા સાથે રૂ. 308.05 બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 31 પૈકી 10 સ્ક્રીપ્સ સુધરી હતી. તે પૈકી ભારતી એરટેલ 2.68 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 0.88 ટકા સુધર્યા હતા. જ્યારે તાતા સ્ટીલ 6.10 ટકાના ગાબડાં સાથે રૂ. 487.30 બંધ રહ્યો હતો. જર્મન ઉદ્યોગ સમૂહે તેનો યુરોપિયન સ્ટીલ વ્યવસાય તાતા સ્ટીલ સાથે મર્જ કરવાની વાત અટકાવી દીધી હોવાના અહેવાલો પાછળ આ ઘટાડો જોવાયો હતો. એચસીએલ ટેકનો 4.07 ટકા તૂટી રૂ. 1086.05 બંધ રહ્યો હતો.

પીએનબી હાઉ. ફાઇ. 13 ટકા ઊછળ્યો: પીએનબી હાઉસિંગ ફાઇનાન્સનો શેર આજે એનએસઇ ખાતે 13 ટકાના ઉછાળા સાથે રૂ. 790 બંધ રહ્યો હતો. કંપનીનો ક્યૂ-4 નફો 51 ટકા ઊછળ્યો હોવાના અહેવાલો પાછળ આ સુધારો જોવાયો હતો.

જેટ એરવેઝ 3 ટકા ઊછળ્યો: કંપની તરફથી રિવાઇવલ પ્લાન માટે બે પ્રપોઝલ મળી હોવાના સ્ટેટ બેન્કના નિવેદન પાછળ જેટ એરવેઝનો શેર 2.85 ટકા ઊછળી રૂ. 151.80 બંધ રહ્યો હતો. જે ઇન્ટ્રા-ડે 6.91 ટકા વધી રૂ. 157.80 થઇ ગયો હતો.

એફઆઇઆઇની ધૂમ વેચવાલી: વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 1245.14 કરોડની ધૂમ વેચવાલી રહી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની પણ રૂ. 1057.42 કરોડની નેટ ખરીદીનો ટેકો જોવા મળ્યો હતો.

ક્રૂડમાં ધીમો સુધારો: બ્રેન્ડ ક્રૂડની કિંમત બેરલદીઠ 0.38 ટકાના સુધારા સાથે 70.66 ડોલરની રહી હતી.

સીડી શેર્સ સુધર્યા
કંપની બંધ સુધારો

વર્લપુલ 1377.05 3.09

ટાઇટન 1131.80 2.85

બજાજ ઇલે. 541.45 1.84

વોલ્ટાસ 579.70 1.13

સ્મોલકેપમાં સ્ટોક સ્પેસિફિક

કંપની બંધ +/-%

એક્સિસકેડ 54.05 19.98

ડેટામેટિક્સ 107.15 18.99

સુઝલોન 6.40 14.29

કેલટોન 33.80 -9.02

અન્ય સમાચારો પણ છે...