• Gujarati News
  • National
  • Ahmedabad News Transporters39 Meetings To Make One Sided Voting In The Elections 054558

ચૂંટણીમાં એકતરફી વોટિંગ કરવા ટ્રાન્સપોર્ટર્સની બેઠકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ-જીએસટીના અધિકારીઓ ઇ-વે બિલના ચેકિંગના નામે ટ્રાન્સપોર્ટરોને ખોટી રીતે હેરાન કરી રહ્યાં હોવાની તથા રસ્તામાંથી માલસામાન ભરેલી ટ્રકોને રોકીને એસજીએસટી ભવનમાં લાવીને જમા કરી લેવાતો હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. આ સિવાય ટ્રાન્સપોર્ટરો બિલો રજૂ કરવા છતાં મોટી પેનલ્ટી લગાવાઇ રહી છે. આથી ટ્રાન્સપોર્ટ એસોસિયેશને ચૂંટણીમાં તેનો જવાબ આપવા માટે રાજ્યભરમાં બેઠકો શરૂ કરી છે. સ્ટેટ જીએસટીની ટીમે કરચોરી કરતા વેપારીઓને માલ વહન કરતી ટ્રકો ઝડપી લઇ કર વસૂલવા માટે તેને જીએસટી કચેરીમાં પાર્ક કરાવી દીધી છે. જોકે આ મુદ્દે વેપારીઓ દ્વારા ટેક્સ અને પેનલ્ટીની ચુકવણી કરી દેવાઇ હોવા છતાં ટ્રક નહીં મુક્ત કરતા ટ્રાન્સ્પોર્ટરો હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ બુધવારે મોડી સાંજે કેટલીક ટ્રકો મુક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...